Published By : Parul Patel
- શ્રાવણ માસમાં નાંદ ગામે મેળાનું આયોજન
ભરૂચના નાંદ ખાતે ૧૮મી જુલાઈ ૨૦૨૩ ના રોજથી એક માસ માટે મેળાનું આયોજન થનાર છે. આ મેળામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે તેમજ તકેદારીના ભાગરૂપે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશીએ સ્થળ મૂલાકાત કરી બેઠક યોજી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આગામી ૧૮મી જુલાઈ ૨૦૨૩ શ્રાવણ વદ અમાસ થી ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધી નાંદ ગામે મેળાનું આયોજન થનાર છે. આ મેળાના સુચારું આયોજન સંદર્ભે નાદ ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશીના અધ્યકક્ષસ્થાને સ્થળ મૂલાકાત કરી મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશીએ મેળામાં પાણી, પાર્કીંગ અને સ્વચ્છતા જળવાઈ તે માટે લાઈઝનીંગ અધિકારીશ્રીઓને સૂચન કર્યો હતા. નર્મદા નદીમાં સ્નાનનો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોઈ છે. સાંસદશ્રી મનસુખ વસાવાએ સ્થળનો તકાજો લઈ અધિકારીશ્રીઓને વિવિધ સૂચનો આપી વહીવટીતંત્રના લાઈનીંગ અધિકારીઓને માર્ગદર્શન આપી તકેદારીના પગલાં લેવા દીશાસૂચન આપ્યું હતુ. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ઝનોર અને નાંદ ગામના સરપંચ અને ગ્રામજનો તેમજ વિવિધ વિભાગના લાઈઝનીંગ અધિકારીઓ હાજર રહ્યા હતા.