ગુજરાતમાં જૈન સમાજ દ્વારા નાના-નાના બાળકોને પોતાનું નૈતિક અને ભૌતિક ત્યાગ કરાવીને ફક્ત ધર્મના માર્ગ પર જીવવા માટે મજબૂર કરીને દીક્ષા લેવડાવવામાં આવે છે. નાના બાળકો પાસેથી તેમનું ભવિષ્ય છીનવી લેવામાં આવે છે તેમજ બાળકોને ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે. ૧૮ વર્ષથી નાના બાળકોનું બ્રેન વોશ કરવામાં આવે છે. વાલીઓ અને ધર્મ ગુરુઓ દ્વારા બાળકોને બ્રેનવોશ કરી તેનું પોતાનું બાળપણ છીનવી લેવામાં આવે છે. આ અંગે સુરતના એક જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ ખનાભાઈ પરમાર તથા ગુજરાત રાજ્ય ચીફ સેક્રેટરીને પત્ર લખીને આ અંગે કાયદો ઘડવામાં આવે તેવી માંગ કરી છે.
૧૮ વર્ષ સુધીના બાળકોને ધાર્મિક દીક્ષા લેવા પર પ્રતિબંધ મુકવા સુરતના જાગૃત નાગરિક દ્વારા જાહેરહિતની માંગ કરાઈ
RELATED ARTICLES