Published by : Anu Shukla
૯ મહિનાના સ્થાને માત્ર ૨૨ કે ૨૪ સપ્તાહના અધુરે મહિને જન્મેલી અને ૫૦૦ ગ્રામ કરતા ઓછું વજન ધરાવતી બે બાળકીઓ સામાન્ય જીવન જીવી રહી છે. તબીબોએ જણાવ્યુ કે આ બાળકીઓ નહી જીવે. પરંતુ કુદરતે આ બાળકીઓને જીવીત રાખી.
સામાન્ય ગર્ભધારણ થયા બાદ ૯ મહિનાના સમય પછી બાળકનો જન્મ થાય છે. પરંતુ અધૂરે મહિને માત્ર ૨૪ સપ્તાહના સમયમા જ જન્મેલ અને માત્ર ૫૦૦ગ્રામ વજન ધરાવતી બે બાળકીઓ જીવીત રહેતા તબીબો પણ આશ્ચર્યમા ગરકાવ થઇ ગયા હતા. આ બે દીકરીઓ પૈકી એક દીકરી મુંબઈમાં માત્ર ૨૨ મહિનામાં જ જન્મી હતી. માતાનું ગર્ભાશય વિકસિત ન હોવાથી અધૂરા મહિને બાળકીનો જન્મ થયો હતો . શિવાન્યાની માતા ઉજ્જવલા પવારે ખૂબ ખુશ થતા જણાવ્યુ કે મારી દીકરી શિવાન્યાનો જન્મ થયો ત્યારે તેનુ કદ હાથની હથેળી કરતા પણ નાનુ હતુ અને પહેલીવાર દીકરીને જોઈ તો તેની આંખ ઉઘાડી હતી અને તેથીજ માતા ઉજ્જવલાને લાગ્યું હતું કે દીકરી શિવાન્યા જીવી જશે અને માતાએ હાશકારાની લાગણી અનુભવી હતી.
જ્યારે બીજી આવીજ બાળકી જીયાનાની માતાએ જણાવ્યુ કે તબીબોએ સલાહ આપી હતી કે ભલે જીયાના અધૂરા મહિને જન્મી અને તેનું વજન પણ ૫૦૦ગ્રામ કરતા ઓછું હોય તેમજ કદ પણ હાથની હથેળી કરતા ઓછુ હોય તેમ છતાં તેનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કરજો. માતા દીનલે આ સલાહ માની હાલમા જીયાનાની એજ રીતે ઉછેર કરી રહી છે. હાલ જીયાના ચાર વર્ષની થઈ ગઈ છે અને તે સામાન્ય છે અને તંદુરસ્ત છે.