Published by : Rana Kajal
- ભારતના વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને મળ્યું સ્થાન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ૨૦૨૨ની બેસ્ટ પુરુષ ટી-૨૦ ઈન્ટરનેશનલ ટીમની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં ભારતના ૩ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડના જોસ બટલરને આ ટીમનો સુકાની જાહેર કરાયો છે. આઈસીસીની ૨૦૨૨ની બેસ્ટ ટીમમાં ભારતીય ટીમ તરફથી ૩, પાકિસ્તાનના ૨, ઈંગ્લેન્ડના ૨, શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના ૧-૧ ખેલાડીને સ્થાન અપાયું છે. ક્રિકેટની ટોપની સંસ્થા આખા વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરે છે.
૨૦૨૨ની બેસ્ટ ટી-૨૦ ટીમમાં જોસ બટલર, મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કરેન, વાનિંદુ હસરંગા, હારિસ રઉફ અને જોશ લિટલ સામેલ છે.