Published by : Rana Kajal
સમગ્ર ભારત દેશમા કેન્સર ના દર્દીઓ વધી રહ્યા છે. ભારતમાં સમયસર કેન્સર અંગેનુ નિદાન ન થતા સારવાર મુશ્કેલ બની જાય છે. હાલમા દેશમા સોથી વધુ કેન્સર પીડિત દર્દી પંજાબમાં જણાયા છે..
વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ દર વર્ષે ૪ ફેબ્રુઆરી હોવાથી વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદેશ્યથી વર્ષ ૧૯૩૩માં ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. સો પ્રથમ ‘વિશ્વ કેન્સર દિવસ’ વર્ષ ૧૯૩૩માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનીવા ખાતે યોજાતા કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતું
કેન્સર એ રોગોનાં જૂથનું એક સામાન્ય નામ છે, જેમાં શરીરનાં અંદરના કેટલાક કોષો અમુક કારણોસર અનિયંત્રિત બનીને વધે છે. સારવાર ન થવાથી તે આસપાસની સામાન્ય પેશીઓમાં અથવાતો શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે અને તે , અપંગતા અને મૃત્યુનું કારણ બની શકે છે. ભારતમાં સૌથી વાધારે કેન્સરનાં કેસો પંજાબમાં જોવા મળે છે જેના કારણે ત્યાં ‘કેન્સર ટ્રેન’ પણ ચલાવવામાં આવે છે. આ પાછળનું કારણ જમીન અને પાણીનું સતત થતું પ્રદુષણ છે. આ ઉપરાંત તમાકુમાં મળી આવતું નિકોટીન, જંક ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ, જંતુનાશકો અને અન્ય હાનિકારક ઘટકો, આર્સેનિક, બેન્ઝિન, એસ્બેસ્ટોસ અને જેવા પર્યાવરણીય ઝેરી પદાર્થો, માંસાહાર જેવા પદાર્થો કેન્સરનાં જોખમો વાધારે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલાથી શરૃ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નાથી લાગતી ! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર અને સંશોધકો લાંબી આયુ માટે, નીરોગી રહેવા માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે તે પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વાધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વાધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં તાજગી વાધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. કેન્સરને મટાડવા માટે ‘પંચગવ્ય ચિકિત્સા’ને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનાં ગૌમૂત્રનાં ઉપયોગથી કેન્સર મટયાનાં ઘણા દાખલા છે..