માતા કાલરાત્રી દુર્ગા માતાનો સાતમો અવતાર છે. નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે. તેમનો રંગ અંધકાર જેવો ઘાટો, વાળ વિખરાયેલા અને તેમના ગળામાં દેખાતી માળા વીજળી જેવી તેજસ્વી છે. આસુરી શક્તિઓનો નાશ કરનાર માતાને કાલરાત્રી કહેવાય છે. તેમને ત્રણ આંખો અને ચાર હાથ છે, જેમાં એક હાથમાં તલવાર છે, બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર છે, ત્રીજા હાથમાં અભયમુદ્રા છે અને ચોથા હાથમાં વરમુદ્રા છે. તેમનું વાહન ગર્દભ એટલે કે ગધેડો છે.
મા કાલરાત્રીને પ્રસન્ન કરવાનો મંત્ર
क्लीं ऐं श्री कालिकायै नम:
નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા અર્ચના કરવામાં આવે છે. મા કાલ રાત્રીને ચાર ભૂજા છે. પૌરાણીક કથા પ્રમાણે શુભ અને નિકુંભ નામના અસુરોના સંહાર માટે દેવી પાર્વતીએ કાલરાત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કહેવાય છે કે શનિ ગ્રહનું સંચાલન કાલરાત્રી દ્વારા કરવામાં આવે છે. મા કાલરાત્રીની ઉપાસના કરનારા વ્યક્તિનું શુભ થતું હોય છે. તેથી મા કાલરાત્રીને શુભંકારી તરીકે પણ ઓળખાય છે