Published by : Rana Kajal
- પના નેતાઓ, ધારાસભ્ય ચૈતર વસાવાને જે પણ પ્રશ્ન હશે તેનો જાહેરમાં ભાજપ MP આપશે જવાબ
- ચૈતર વસાવાની ઓપન ચેલેન્જને સ્વિકારી સાંસદે સ્થળ, સમય અને તારીખ જાહેર કરી
ભરૂચ ભાજપ સિનિયર સાંસદે આપના ધારાસભ્યની ઓપન ચેલેન્જને સ્વીકારી પેહલી એપ્રિલે રાજપીપળા ગાંધી ચોકમાં મનસુખ વસાવા ઓપન હાઉસમાં પ્રજા વચ્ચે આપશે તમામ પ્રશ્નોના જવાબ. એપ્રિલ ફૂલ દિવસે જ આદિવાસી નેતાઓ વચ્ચે ઓપન હાઉસમાં જામશે ધમાચકડી.
નર્મદા જિલ્લો હાલ ઉનાળાની હોટ સિઝનમાં પોલિટિક્સનું હોટસ્પોટ બની ગયું છે. ભરૂચ સાંસદના એક નનામા લેટર નર્મદાના તમામ નેતા હપ્તાખોરને લઈ શરૂ થયેલી BJP સાંસદ અને AAP ધારાસભ્ય વચ્ચેનું રાજકીય દ્વંદ્વ યુદ્ધ પેહલી એપ્રિલે રાજપીપળા ગાંધી ચોકમાં ઓપન હાઉસમાં કેવો રંગ લાવે છે તે હવે જોવું રહ્યું.
ભરૂચ MP મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા ઉપર ચૈતર વસાવા દ્વારા કરેલ આક્ષેપ પર જવાબ વધુ એક જવાબ આપી જાહેરમાં ચર્ચાની ચુનોતીને સ્વીકારી છે. બીજી તરફ આપના ધારાસભ્યે પણ પોતે હાજર રેહશેનું એલાન કરી દીધુ છે.
સાંસદે સોશ્યલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતર વસાવા દ્વારા અનેક આરોપ મૂકીને જનતાને ગુમરાહ કરવાનું કાર્ય થાય છે. ચૈતર વસાવા દ્વારા ચેલેન્જ કરેલ ઓપન ડિબેટ કરવા અર્થે હું તારીખ પ્રથમ એપ્રિલ, શનિવાર રાજપીપળાના ગાંધી ચોક પર સવારે 10 વાગ્યે હાજર રહીશ. જેમને કોઈ પણ પ્રશ્ન હશે તે બધાનો જવાબ મળશે. આ માટે હું પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપું છું.
બીજી તરફ આપના નેતાઓએ પણ આદિવાસીઓને અંબાજીથી ડાંગ સુધી શનિવારે હાજર રહેવા સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી દીધી છે.હવે આપ અને ભાજપનું આ ઓપન હાઉસ એક એપ્રિલે યોજાઈ છે કે નહીં કે પછી બન્ને પક્ષના હાઈ કમાન્ડ દ્વારા તેને ફર્સ્ટ એપ્રિલનો રંગ આપી સુરસુરીયું કરાઈ છે તેના પર સૌકોઈની નજર કેન્દ્રિત થઈ છે.જો ઓપન હાઉસ યોજાયું તો સાંસદ, ધારાસભ્ય અને ભાજપ તેમજ આપ વચ્ચેનું આ રાજકીય વાંક યુદ્ધ અનેક નવા જૂની કરશે તેમાં બેમત નથી.