Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAdministration1 એપ્રિલથી 13 મોટા ફેરફારો…જાણીશુ ક્યાં કેટલો ફાયદો અને ક્યાં નુકસાન…

1 એપ્રિલથી 13 મોટા ફેરફારો…જાણીશુ ક્યાં કેટલો ફાયદો અને ક્યાં નુકસાન…

Published By : Parul Patel

એપ્રિલ 1થી નવું નાણાકીય વર્ષ 2023-24 શરૂ થશે. નવું વર્ષ તેની સાથે ઘણા ફેરફારો લાવશે. 1 એપ્રિલથી, સોનામાં ફક્ત 6-અંકના હોલમાર્કવાળા સોનાના ઘરેણાંજ વેચી શકશે જ્વેલર્સ . આ ઉપરાંત પેઈનકિલર, એન્ટિબાયોટિક્સ અને હૃદયની દવાઓ પણ મોંઘી થઈ જશે. આ સાથે બીજા 13 ફેરફારો થશે જેની સીધી અસર પડશે.

1. નવી કર વ્યવસ્થામાં નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓ માટે રિબેટ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી. આ સિસ્ટમમાં 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ કરવાથી 7.5 લાખ રૂપિયા સુધીના પગાર પર કોઈ ટેક્સ નહીં લાગે. જૂના ટેક્સ શાસનમાં ટેક્સના દરો પહેલા જેવા જ રહેશે.

2. નવા નિયમ હેઠળ માત્ર છ અંકની હોલમાર્કવાળી સોનાની જ્વેલરી વેચવામાં આવશે. આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય, તેવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.

3. પ્રધાનમંત્રી વય વંદના યોજના બંધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) માં રોકાણ કરીને, તમે સરળતાથી તમારા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. આ યોજના 1 એપ્રિલથી બંધ થઈ રહી છે, તેથી તમારી પાસે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર 31 માર્ચ, 2023 સુધીનો સમય છે.

4. હીરો મોટોકોર્પના વાહનોના ભાવમાં 2%નો વધારો, વેરિઅન્ટના આધારે કંપનીના વિવિધ મોડલ્સ પર વધેલી કિંમતો લાગુ થશે. આ કારણે બેસ્ટ માઈલેજ સ્પ્લેન્ડર અને એચએફ ડીલક્સની કિંમતોમાં લગભગ 1500 રૂપિયાનો વધારો થયો છે

5. હવે PAN વગર PF ઉપાડવા પર ઓછો ટેક્સ, જો 1 એપ્રિલથી PAN PF એકાઉન્ટ સાથે લિંક નહીં થાય તો ઉપાડ દરમિયાન TDS 30% ને બદલે 20% થશે. બદલાયેલા નિયમથી એવા પીએફ ધારકોને ફાયદો થશે, જેમનું PAN હજી અપડેટ થયું નથી.

6. વરિષ્ઠ નાગરિકોની બચત અને યોજનાઓમાં વધુમાં વધુ રોકાણ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે. શરૂઆતમાં આ સ્કીમમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું જ રોકાણ કરી શકાય છે. આ યોજનામાં વાર્ષિક 8% વ્યાજ આપવામાં આવે છે.

7. ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ બજેટમાં 7.5%ના વ્યાજ દર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. મહિલાઓ 2 વર્ષ માટે વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે.

8. કાર ખરીદવી મોંઘી થશે, BS6 ફેઝ-2 ઉત્સર્જન ધોરણો 1લી એપ્રિલથી અમલમાં આવશે, જેના કારણે મારુતિ, હોન્ડા, હ્યુન્ડાઈ અને ટાટા સહિત અન્ય કંપનીઓએ વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે તમામ કોમર્શિયલ વાહનોની કિંમતમાં 5% વધારો કરવાની જાહેરાત કરી છે.

9. પેઇનકિલર્સ, એન્ટિ-ઇન્ફેક્ટિવ, એન્ટિબાયોટિક્સ અને હૃદયની દવાઓ મોંઘી થવા જઈ રહી છે. સરકારે દવા કંપનીઓને ભાવ વધારવાની છૂટ આપી છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)માં ફેરફારના આધારે કિંમતો 10% સુધી વધી શકે છે.

10. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજના પરના વ્યાજની સમીક્ષા કરે છે. આવી સ્થિતિમાં આ વખતે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે તેમના વ્યાજદરમાં વધારો થઈ શકે છે.

11. સોનું ખરીદવું મોંઘુ થશે, બજેટમાં સોના અને ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી 20% થી વધારીને 25%, ચાંદી પર 7.5% થી 15% કરવાની જાહેરાત કરવામાં આવી, આ નવી ટેક્સ સિસ્ટમ 1 એપ્રિલથી લાગુ થશે. આથી સોના અને ચાંદીના ભાવ વધી શકે છે.

12. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પરનો લાંબા ગાળાનો લાભ 1 એપ્રિલ, 2023થી બંધ થઈ જશે, આમાંથી મળતા લાભને ટૂંકા ગાળાના લાભ તરીકે ગણવામાં આવશે અને તેના પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે.

13. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આ પછી, તેઓ કિંમત વધારવા અથવા ઘટાડવા અથવા તેને સતત રાખવાનું નક્કી કરે છે. આથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!