Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભોલાવ ₹4 કરોડના ખર્ચે વિક્સનાર સેટેલાઇટ બસ સ્ટેશન...

ભોલાવ ₹4 કરોડના ખર્ચે વિક્સનાર સેટેલાઇટ બસ સ્ટેશન…

Published by: Rana kajal

  • 100 કરોડના બસ સ્ટોપ પર સ્થાનિક બસો અને ભોલાવ સેટેલાઇટ ડેપો પર ઇન્ટરસ્ટેટ ST બસોનું થશે સંચાલન
  • ભરૂચ એરપોર્ટ લેવલના સેન્ટ્રલ ડેપોના લોકાર્પણ માટે CM ના આગમનને વધાવવા તૈયારીઓ તેજ
  • ભોલાવ ડેપો પરથી આંતરરાજ્ય બસોનું થશે આવાગમન
  • ભરૂચ સિટીમાં 6 વર્ષે ડેપો સ્થળાંતરિત થતા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ છીનવાઈ ગયેલી રોજગારી પરત ફરશે

હવે ફાઇનલ ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ કક્ષાના ₹100 કરોડના બસ સ્ટોપનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે.

ભરૂચનો મધ્યસ્થ ડેપો ફરી 6 વર્ષ બાદ કાર્યરત થતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છિન્નવાઈ ગયેલી વિવિધ ક્ષેત્રના વેપાર-ધનધનાર્થીઓની રોજગારી પરત શરૂ થઈ જશે.આજે શુક્રવારે ભોલાવ ભરૂચ વિભાગીય એસ.ટી. કચેરી ખાતે GSRTC ના MD, સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. આગામી 17 જૂન કે તેની આસપાસ CM ના હસ્તે ભરૂચના નવા અને અત્યાધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કરાશે. જે બાદ 12 જેટલા પ્લેટફોર્મ પરથી ભરૂચ અને નર્મદા જિલ્લાના 5 ડેપો, પીકઅપ સ્ટેન્ડ, 9 તાલુકા અને ગામોને જોડેતી લોકલ 200 થી વધુ બસોનું સંચાલન શરૂ થઈ જશે.જ્યારે ભોલાવ સેટેલાઇટ બસ સ્ટેશન ખાતેથી આંતરરાજ્ય બસોની અવરજવર અને સ્ટોપેજ રહેશે. ભરૂચ જિલ્લાની પ્રજાને લોકલ બસ સેવા સાથે રાજ્ય અને આંતરરાજ્ય બસ સુવિધા મળી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!