Published By : Patel Shital
- જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ભારતના વિદેશ મંત્રીની બેઠકની શકયતા નહીવત્…
ભારત ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું છે. હાલ દેશના ગોવામાં સ્થિત બેનૌલી ખાતે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક ચાલી રહી છે. જેમાં વિવિઘ દેશોના વિદેશ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં હાજરી આપવા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ આવ્યા હોવા છતાં ભારતનાં વિદેશ મંત્રી સાથે તેમની કોઇ બેઠક યોજાય તે અંગેની શક્યતા ખુબ ઓછી છે. તેનું એક માત્ર કારણ એ છે કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહ્યા નથી. જો કે ભારતના વિદેશ મંત્રી ચીનના વિદેશ મંત્રી સાથે સરહદ ચર્ચા કરે તેવી શક્યતા છે જ્યારે રશિયન વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
અત્રે નોંધવું રહ્યું કે SCO એક એવું સંગઠન છે જેમાં ભારતના પાડોશી દેશો જેવા કે પાકિસ્તાન અને ચીન તેમજ અન્ય દેશોના વિદેશ મંત્રીઓ ભેગા થઈ દેશો વચ્ચેના મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. આ મીટમાં પણ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી મહત્વના પ્રશ્નોના ઉકેલ અંગે પ્રયાસ કરશે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે કોઈ બેઠક યોજાય તેવી શક્યતા નથી. તેનું કારણ માત્ર એ છે કે પાકિસ્તાન ભારત વિરોધી આતંકવાદી ઘટનાઓને સમર્થન આપતું હોવાનુ ઘણી વાર પુરવાર થયુ છે.