13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તરીકે ઊજવાય છે. ગુજરાતની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના પ્રયત્નોથી પહેલાની સરખામણીએ લોકોમાં અંગદાન માટે જાગૃતિ વધી છે. તેમ છતા હાલની સ્થિતિએ રાજ્યમાં કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ છે. સોટો (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 650 જ્યારે કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 100 દર્દીઓનું વેઈટિંગ છે. અમદાવાદ, વડોદરા અને સુરતના લોકોમાં અંગદાનની સારી સમજણ હોવાથી ત્યાંથી મહત્તમ અંગો મળી શકે છે.
પાઠ્યપુસ્તોમાં અંગદાન વિષયનો સમાવેશ થવો જોઈએ : ડૉ. મોદી
ડૉ. મોદીએ ઉમેર્યું કે, સ્કૂલ અને કોલેજોના પાઠ્યપુસ્તોમાં અંગદાન વિષયનો સમાવેશ થાય તો યુવા પેઢી માનવ અંગોનું મહત્વ સમજી શકશે. કોઈ વ્યક્તિ બ્રેઈનડેડ થાય તેના શરીરના મહત્વના અંગો જેવા કે, કિડની, લીવર, હૃદય, ફેફસાં કે સ્વાદુપિંડ સારી સ્થિતિમાં હોય તો મૃત્યુની રાહ જોઈને બેઠા હોય એવા દર્દીને અંગનું દાન કરવામાં આવે તો નવજીવન મળી શકે છે.