Published By : Patel Shital
- CBI-ED ના દુરૂપયોગની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી…
કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહીં છે. તેવા આક્ષેપ સાથે 14 જેટલા વિપક્ષોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ વિપક્ષોને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આ અરજી સાંભળવા યોગ્ય નથી. કેમ કે રાજકારણી સામાન્ય માણસથી મોટા નથી. રાજકારણી નેતાઓ માટે અલગ નિયમ બની શકે નહી. સુપ્રિમ કોર્ટની આવી આકરી ટકોરના પગલે વિપક્ષોએ અરજી પાછી ખેંચી લીધી હતી. વારંવાર વિપક્ષો દ્વારા CBI અને ED જેવી એજન્સીઓનો કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપ થતા રહ્યાં છે તેવા સમયે સુપ્રિમ કોર્ટ તરફથી વિપક્ષોને મળેલ ઝટકો નોંધપાત્ર કહી શકાય.