Published By:-Bhavika Sasiya
- દેશી તોપથી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજને સલામી અપાશે.
૧૫ ઓગસ્ટના રોજ એટલે કે દેશના 76માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે આ વખતે વધુ એક ગુલામીના પ્રતીકને અલવિદા કરવામાં આવશે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લાલ કિલા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે ત્યારે પ્રથમ વખત ૨૧ તોપની સલામી સ્વદેશી હશે.
એટલે કે આ વખતે સ્વદેશી 105 એમએમ ઈન્ડિયન ફિલ્ડ ગનથી સલામી આપવામાં આવશે. જૉકે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પરંપરાગત ૨૫ પાઉન્ડ બ્રિટિશ તોપોનો સલામી માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે હવે આ પરંપરાનો અંત લાવવામાં આવશે.
એટલે કે હવે ૨૫ પાઉન્ડ બ્રિટીશ તોપનું સ્થાન 105 એમએમ ઈન્ડિયન ફિલ્ડ તોપ લેશે. હવે પછી મહત્વના હોય તેવા તમામ રાષ્ટ્રીય પ્રસંગોમાં સલામી માટે 105 એમએમ ઈન્ડિયન ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે.
વર્ષ 2022 માં દૃેશમાં તૈયાર કરવામાં આવેલી હોવિત્ઝર તોપનો લાલ કિલા ખાતે ૨૧ તોપની સલામીના ભાગરૂપે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું હતું કે દેશમાં જ વિકસાવવામાં આવેલી હોવિત્ઝર તોપ અંગે તેઓ ગર્વ અનુભવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘એડવાન્સ્ડ ટાવર્ડ આર્ટીલરી ગન સિસ્ટમ’ (છ્છય્જી) પ્રોટોઈપને ‘મેક ઈન ઈન્ડિયા’ની કેન્દ્ર સરકારની પહેલના ભાગરૂપે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા તૈયાર કરવામાં આવી હતી.