- ગુજરાત રાજ્ય 108ના ઓપરેશન હેડે ભરૂચની લીધી મુલાકાત
- 19 લોકેશન ઉપર જઈ વધાર્યો કર્મચારીઓનો ઉત્સાહ
- ભરૂચની 19 એમ્બ્યુલન્સનએ રોજ 100 થી 110 કોલ મળે છે
- રાજ્યમાં 800 એમ્બ્યુલન્સે15 વર્ષમાં 1.35 કરોડ લોકોને આપી ઇમરજન્સી સેવા
ગુજરાત 108ના ઓપરેશન હેડ સતીશ પટેલે મંગળવારે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. 24 કલાક અને સાતેય દિવસ ઇમરજન્સીમાં કાર્યરત રહેતા ભરૂચ જિલ્લા 108ના 19 કર્મચારીઓને ઓપરેશન હેડ તેમના લોકેશન ઉપર રૂબરૂ જઈ ઉત્સાહ વધાર્યો હતો.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત 108 ઇમરજન્સી સેવાને રોજના 100 થી 110 કોલ મળે છે. જિલ્લામાં 19 કર્મચારીઓ એમ્બ્યુલન્સ સાથે વિવિધ લોકેશન ઉપર ઇમરજન્સી માટે 24 કલાક ખડેપગે રહે છે. જેઓનો ઉત્સાહ વધારવા રાજ્ય 108 ના ઓપરેશન હેડ સતીશ પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.તેઓએ જિલ્લાના 19 લોકેશનો ઉપર રૂબરૂ જઈ 108 કર્મીઓનો ઉત્સાહ વધારી તેમની કામગીરીની સરાહના કરી હતી. ઓપરેશન હેડે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં બે બ્રિજ બની જતા રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો આવ્યો છે. વીતેલા 15 વર્ષમાં ભરૂચ જિલ્લામાં 19 એમ્બ્યુલન્સ દ્વારા 3 લાખ 65 હજાર કેસ એટેન કરાયા છે. જેમાં ૩૨૭૫૦ લોકોના જીવ બચાવી ૪૬૭૮ સફળ પ્રસુતીઓ એમ્બ્યુલન્સમાં કરાવી છે જ્યારે રાજ્યમાં 800 એમ્બ્યુલન્સે કુલ 1 કરોડ 35 લાખ કોલ એટેન્ડ કર્યા છે. રાજ્યમાં રોજ 108 ઇમરજન્સી સેવાને 4000 કોલ મળે છે. ઓપરેશન હેડ આગામી બે દિવસમાં નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે.