Published by : Rana Kajal
- રાજ્યોને પણ રૂ. 2000 કરોડનું પેકેજ
કેન્દ્ર સરકારે જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે રાજ્યો માટે 2000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ માટે રાજ્ય સરકારોને વિશેષ સહાય હેઠળ આપવામાં આવશે. આ સિવાય જૂના વાહનો સ્ક્રેપ માટે આપનારા વાહન માહિલોને પણ ટેક્સમાં છૂટની જાહેરાત કરવામાં આવી છે.
સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં ‘રાજ્યોને મૂડી રોકાણ માટે વિશેષ સહાય’ યોજના હેઠળ ૧.૦૫ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ યોજના હેઠળ રાજ્ય સરકારોને ૫૦ વર્ષ માટે મૂડી પ્રોજેક્ટ્સ માટે વ્યાજમુક્ત લોનના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.કેન્દ્ર સરકારે જૂના સરકારી વાહનો અથવા ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના હેઠળ વધારાના રૂ. ૨૦૦૦ કરોડની જાહેરાત કરી છે. ગયા મહિને રાજ્યોને લખેલા પત્રમાં નાણા મંત્રાલયે કહ્યું હતું કે યોજના હેઠળ રાજ્યોને પ્રોત્સાહન આપવા માટે એક નવા સેક્ટર રોડ ટ્રાન્સપોર્ટની ઓળખ કરવામાં આવી છે.રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરના સમાવેશ સાથે આ યોજના હેઠળની કુલ રકમ ૧.૦૫ લાખ કરોડ રૂપિયાથી વધીને ૧.૦૭ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ રૂ. ૭૭,૧૧૦ કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી રૂ. ૪૧,૧૧૮ કરોડ રાજ્યોને જાહેર કરવામાં આવ્યા છે.