Published by : Vanshika Gor
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારતે 2-1થી જીતી લીધી છે અને હવે બંને ટીમો ODIમાં ટકરાવવા તૈયાર છે. પહેલી વનડેમાં બંને ટીમોના કેપ્ટનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રોહિત શર્મા પહેલી મેચમાં પારિવારિક કારણોસર હાજર નથી તેવામાં હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશિપ કરશે. ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ સિરિઝમાંથી બહાર થયો છે, તેવામાં સ્ટીવ સ્મિથ કેપ્ટનશિપ કરશે.
પહેલી વખત હાર્દિક પંડ્યા ODIમાં ઈન્ડિયન ટીમનું નેતૃત્વ કરશે. તેણે ભારત માટે 11 ટી-20માં કેપ્ટનશિપ કરી છે. બીજી બાજૂ સ્ટિવ સ્મિથ 5 વર્ષ પછી વનડેમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તે 2014થી 2018 સુધી ટીમનો કેપ્ટન હતો.
ક્યારે અને ક્યાં જોશો મેચ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની સિરિઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરુ થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. મોબાઈલમાં તમે ડિઝની હોટસ્ટાર પર પણ મેચ જોઈ શકશો.
વનડે શ્રેણીનો શેડ્યૂલ
પ્રથમ વનડે: શુક્રવાર, માર્ચ 17
બીજી વનડે: રવિવાર, માર્ચ 19
ત્રીજી વનડે: બુધવાર, માર્ચ 22
આ શ્રેણીની મેચો ક્યા રમાશે?
પ્રથમ વનડે: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
બીજી વનડે: ડોક્ટર વાય એસ રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ત્રીજી વનડે: એમએ ચિદ્દદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નઈ
બંને ટીમોની સ્ક્વોડ
ભારતીય ટીમઃ ઈશાન કિશન, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી. , શાર્દુલ ઠાકુર , જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયન ટીમઃ ડેવિડ વોર્નર, કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સિઓનિસ, જોસ ઈંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન અગર, એડમ ઝમ્પા, નાથન એલિસ, સીન એબોટ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી.