- હિમાલયસે ઉંચી મતદાનની ટકાવારીમાં 78.42 ટકાની યશસ્વી સિધ્ધિ સાથે રાજ્યભરમાં નર્મદા જિલ્લો ટકાવારીની ટોચ પર
- પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં દેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર સર્વોચ્ચ 82.71 % મતદાન
- જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને
રાહબરી હેઠળ રાજ્યમાં મહત્તમ મતદાન સાથે મોખરાનું સ્થાન જાળવી રાખતો નર્મદા જિલ્લો - છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન સાથે નર્મદા જિલ્લાની હેટ્રિક
- 2014 ની લોકસભામાં મતદાન ટકાવારી માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ નામ નોંધાયું હતું

આદિવાસી નર્મદા જિલ્લામાં બન્ને બેઠકોમાં સરેરાશ 78.42 ટકા જેટલું અભૂતપૂર્વ અને ઐતિહાસિક મતદાનની ટકાવારીમાં હિમાલયસે ઉંચી યશસ્વી સિધ્ધિ સાથે જિલ્લા ચૂંટણી શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને રાહબરી હેઠળ પ્રથમ તબક્કાના મતદાનમાં નર્મદા જિલ્લો રાજ્યભરમાં પુનઃ ટકાવારીની ટોચના સ્થાને રહેવા પામ્યો છે. નર્મદા જિલ્લો ગત વિધાનસભા 2017 ની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની બન્ને બેઠકોના મતદાનમાં 79.15 ટકાની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યોં હતો. હાલ 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં 82.71 ટકાના મતદાન સાથે રાજ્યભરની 89 બેઠકોની થયેલી ચૂંટણીમાં દેડીયાપાડા સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી સાથે મોખરે રહ્યો છે. જ્યારે નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં હાલની ચૂંટણીમાં 74.36 ટકા મતદાન નોંધાયું છે. ગત 2017 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ દેડીયાપાડા મતવિસ્તાર 84.63 મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહેવા પામ્યો હતો. જ્યારે નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં 74.34 ટકા મતદાન નોંધાયું હતું.

વિધાનસભા 2012 ની સામાન્ય ચૂંટણીમાં પણ ઉક્ત બન્ને બેઠકો માટે 82.21 ટકાની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યોં હતો, જેમાં દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર 88.31 મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહેવા પામ્યો હતો. અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં 77.07 ટકા મતદાન નોંધાયું હતું.
વર્ષ 2007 ની વિધાનસભામાં પણ સૌથી વધુ મતદાનવાળી 15 જેટલી બેઠકોમાં નર્મદા જિલ્લાની દેડીયાપાડા બેઠક 70.82 ટકા સાથે રાજ્યમાં મતદાનની ટકાવારીમાં પાંચમા ક્રમે રહેવા પામી હતી. તેવી જ રીતે ગત 2009 ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા મત ક્ષેત્રમાં 73 67 ટકા તેમજ છોટાઉદેપુર સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત ક્ષેત્રમાં 79.76 ટકા મતદાન નોંધાયું હતું. નર્મદા જિલ્લાનો 2007 નો સરેરાશ વોટર ટર્નઆઉટ રેશીયો 69.65 ટકા હતો. અને 2009 માં આ રેશીયો 65.69 ટકા રહેવા પામ્યો હતો. જ્યારે ગત 212 માં 82.81 ટકા અને ગત 2014 માં 8.76 ટકા જિલ્લાનો સરેરાશ વોટર ટર્ન આઉટ રેશીયો નોંધાયો હતો.
ડિસેમ્બર 2012 માં વિધાનસભાની ચૂંટણીમાં યોજાયેલા મતદાનમાં નર્મદા જિલ્લો 82.81 ની સરેરાશ ટકાવારી સાથે રાજ્યભરમાં મોખરે રહેવા ઉપરાંત દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠક પણ 88.81 ટકા મતદાન સાથે પ્રથમ તબક્કાની 87 બેઠકોના મતદાનમાં સૌથી મોખરે રહેવા પામી હતી.
તેવી જ રીતે એપ્રિલ 2014 માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં ભરૂચ સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા ક્ષેત્ર 85.88 જેટલા અભૂતપૂર્વ ઐતિહાસિક મતદાન સાથે આ બેઠક રાજ્યભરમાં ટકાવારીની ટોચ પર રહી હતી. જ્યારે છોટાઉદેપુર સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં 76.37 ટકા મતદાનની ટકાવારી નોંધાઇ હતી. બન્ને વિધાનસભા ક્ષેત્રની એટલે કે નર્મદા જિલ્લાની સરેરાશ 80.76 ટકા જેટલી મતદાનની અભૂતપૂર્વ અને ઐતિહાસિક ટકાવારી સાથે નર્મદા જિલ્લો મતદાનની ટકાવારીમાં જે તે સમયે પણ રાજ્યભરમાં અગ્રેસર રહ્યોં હતો.
નર્મદા જિલ્લાની આ બંને બેઠકોની ઐતિહાસિક અને વિક્રમસર્જક મતદાનની ઉંચી ટકાવારીના વિશ્લેષણ તરફ એક દ્રષ્ટ્રિપાત કરીએ તો, નર્મદા જિલ્લો શરૂઆતથી જ 73 ટકાની આસપાસ મતદાનની ટકાવારીમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યોં છે.
લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2014 માં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃત્તિની ઘનિષ્ઠ ઝુંબેશને લીધે જિલ્લામાં મતદાનની ટકાવારીનો ગ્રાફ ઉંચો રહ્યોં હતો અને બહુલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લો “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ” ની સાથોસાથ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ” માં પણ ગૌરવવંતુ સ્થાન પામતાં જિલ્લાના મતદારો આ ગૌરવના યશભાગી બન્યા હતાં.




