Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujarat19 બોગસ પેઢી ઉભી કરી 496 કરોડનુ બોગસ બીલિંગ કરનારને સુરત ઈકોનોમિક...

19 બોગસ પેઢી ઉભી કરી 496 કરોડનુ બોગસ બીલિંગ કરનારને સુરત ઈકોનોમિક સેલે ઝડપી પાડ્યો…

ઇકો સેલ દ્વારા સુરત ઉપરાંત મોરબી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં દરોડા કરવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન ઝડપી પડાયેલા 14 કૌભાંડીઓને ઝડપી લેવાયા હતાં.
સુરત ECO સેલે GST કૌભાંડના મુખ્ય આરોપી આલમ શેખની ધરપકડ કરી છે. કૌભાંડી આલમે 19 બોગસ પેઢીઓ ઉભી કરી 496 કરોડનુ બિલીંગ કર્યાનું માનવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી કુલ 14 લોકોની ધરપકડ થઈ ચુકી છે. મુખ્ય સુત્રધાર પણ પોલીસની પકડમાં આવવાથી GST કૌભાંડની તમામ કડીઓ જોડાશે અને તપાસમાં કૌભાંડની વધારે વિગતો સામે આવશે.

14 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બોગસ બિલિંગના રેકેટ મામલે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતાં. ઓળખ અને રહેઠાણના બોગસ પુરાવાઓ ઉભા કરી તેના આધારે પેઢીઓનું જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ બિલીંગનો ખેલ કરાતો હોવાની પાકી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઇ હતી. ઇકો સેલ દ્વારા સુરત ઉપરાંત મોરબી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં દરોડા કરવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન ઝડપી પડાયેલા 14 કૌભાંડીઓને ઝડપી લેવાયા હતાં.
પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી કરાયેલી તપાસમાં 1206 કરોડનાં બોગસ જીએસટી બિલ પધરાવી 116 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો પર્દાફાશ કરાયો હતો. સરકારની તિજોરીને ચૂનો લગાડનારા આ રેકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે આલમ શેખ (સુરત), સુફિયાન કાપડિયા (સુરત), ઉસ્માન બગલા (ભાવનગર) અને સજ્જાદ રઉજાની (ભાવનગર) હોવાનું જણાયું હતું.

13 પેઢીઓનું ટર્નઓવર અંદાજિત 733 કરોડ હોવાનું જણાયું

પ્રાથમિક તપાસમાં પ્રથમ જે 8 પેઢી સબબ ગુનો નોંધાયો હતો, તેનું ટર્નઓવર 106 કરોડ અને અન્ય 13 પેઢીઓનું ટર્નઓવર અંદાજિત 733 કરોડ હોવાનું જણાયું હતું. જેમાં અંદાજે 42 કરોડ ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મેળવ્યા હોવાનું જણાયું છે. આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે જિલ્લાઓમાંથી આશરે 142 પેઢીનું ટર્ન ઓવર અંદાજિત 420 કરોડ હોવાનું અને તેમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે 74 કરોડ મેળવ્યા હોવાનો અંદાજ પણ તપાસ દરમિયાન પોલીસે લગાવ્યો હતો. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
આ રેકેટમાં ઇકો સેલ દ્વારા મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ (રહે, હેપીનેસ બંગલોઝ, શાલીમાર સોસાયટી પાસે, ઉન)ની ધરપકડ કરવામાં આવી છે. આલમ સૈયદે એમડી એન્ટરપ્રાઇઝ અને મકવાણા એન્ટરપ્રાઇઝ ઉપરાંત અન્ય 17 પેઢીઓ થકી બોગસ બિલીંગનું કૌભાંડ આચર્યું છે. આલમએ આ પેઢીઓના નામે 496 કરોડના બોગસ બિલો બનાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!