Published by : Rana Kajal
ગત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે.નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે. ગયા વર્ષે એટલે કે, 2022માં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલયને કુલ 140367.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.