Published by : Vanshika Gor
વર્ષ 2020માં પૂર્વી દિલ્હીમાં સાંપ્રદાયિક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ મુદ્દે દિલ્હીની કોર્ટે 9 લોકોને આરોપી જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે આ દરેક લોકો એક એવી ભીડનો ભાગ હતા જેનો ઉદ્દેશ્ય જાણી જોઈને હિન્દુઓની સંપત્તીઓને નુકસાન પહોંચાડવાનું હતું. આ મુદ્દો પૂર્વી દિલ્હીના ગોકુલપુરીમાં તોડફોડ, તોફાનો સાથે જોડાયેલ છે. દિલ્હી તોફાનો સાથે જોડાયેલ ડઝન મામલા કોર્ટમાં ચાલી રહ્યા છે, આ તેમાનો જ એક કેસ હતો.
સુનાવણી પૂર્ણ કર્યા બાદ મંગળવારે પોતાનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું, ‘આ કેસના આરોપીઓ બેકાબૂ ટોળાનો ભાગ હતા. આ ટોળાનો હેતુ હિંદુઓની સંપત્તિને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો હતો. કોર્ટે આ કેસમાં મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શાનુ, મોહમ્મદ શોએબ, શાહરૂખ, રાશિદ, આઝાદ, અશરફ અલી, પરવેઝ અને મોહમ્મદ ફૈઝલને દોષિત ઠેરવ્યા છે.
ફેબ્રુઆરી 2020માં રમખાણો થયા હતા
આરોપી રાશિદ વિરુદ્ધ રમખાણ, ચોરી, આગચંપી અને ગેરકાયદેસર એસેમ્બલી જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2020માં થયેલા રમખાણો પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા. આ કિસ્સામાં, ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો કે શેરીમાં ઘૂસેલા ટોળાએ લોકોના ઘરોના દરવાજા તોડીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.