બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવડર ગામમાં 2021માં યોજાયેલી ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે હારજીત ને લઈ મામલો બીચક્યો હતો. હારેલા ઉમેદવારે જીતનો દાવો કરતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. 2021માં યોજાયેલી ચૂંટણીમાં મહિલા ઉમેદવાર દયાબેન શંભુભાઈ ચાવડા નો પરાજય થયો હતો. જેને તેઓએ નકારી ને રીકાઉન્ટિંગની માંગ કરી હતી. જે બાદ રીકાઉન્ટિંગ બાદ ગઢડા કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા હારેલા ઉમેદવાર દયાબેનને વિજેતા જાહેર કર્યા હતા. કોર્ટમાં હારેલા ઉમેદવારને જીતેલા અને જીતેલા ઉમેદવારને હારેલા જાહેર કરાયા હતા જે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-24-at-11.54.00-1024x771.jpeg)
તારીખ 19.12.2021ના રોજ પડવદર ગામમાં વોર્ડ નંબર 6 માં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં મહિલા ઉમેદવાર દયાબેન ચાવડા અને તેમના પ્રતિસ્પર્ધી વિમળાબેન ડાભી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.જેમાં દયાબેનનો પરાજય થયો હતો.જેને લઈ દયાબેન ચાવડાએ રીકાઉન્ટિંગની માંગ કરતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.જેમા ગઢડા કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપતા વિજેતા વિમળાબેન ડાભીને પરાજીત જાહેર કર્યા હતા, અને હારેલા ઉમેદવાર દયાબેન ચાવડાને વિજેતા જાહેર કર્યા હતા.
ગઢડા કોર્ટમાં ઉમેદવાર દ્વારા પીટીસી દાખલ કરવામાં આવી હતી ઉમેદવારના એડવોકેટ સંજયભાઈ ઠાકર દ્વારા ધારદાર અપીલ કરાઈ હતી. અપીલ કોર્ટ દ્વારા રીકાઉન્ટિંગ કરવાનો હુકમ કરાયો હતો. રીકાઉન્ટિંગમાં સિવિલ જજ રજિસ્ટર બંને પક્ષના વકીલ .પ્રાંત પ્રતિનિધિ. સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને કાઉન્ટિંગ કરાયું હતું. જેમાં દયાબેનને 112 મત મળ્યા હતા જ્યારે પ્રતિસ્પર્ધી વિમળાબેનને 61 મતો મળેલા હતા જેથી કોર્ટ દ્વારા દયાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.