Published by : Rana Kajal
- CPI નેતા ડી.રાજાએ 15 પાર્ટીઓના ગઠબંધનના નવા નામની કરી જાહેરાત…
વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પટણામાં સંયુક્ત વિપક્ષની બેઠક મળી હતી. હવે આ સંયુક્ત વિપક્ષને PDA નામ આપવામાં આવ્યું છે…. CPIના જનરલ સેક્રેટરી ડી.રાજાના જણાવ્યા મુજબ, 15 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ PDA (પેટ્રીઓટિક ડેમોક્રેટિક એલાયન્સ) રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ NDA વિરુદ્ધ PDA પછાત, દલિત અને અલ્પસંખ્યક ગઠબંધનનુ સુત્ર આપી ચૂક્યાં છે. હાલ તુરત આ 15 પાર્ટીના વિપક્ષી ગઠબંધનનું નામ PDA હશે અને તેના સંયોજક તરીકે નીતિશકુમારનું નામ નક્કી માનવામાં આવે છે. પટણામાં સંયુક્ત વિપક્ષની મળેલી બેઠકમાં ભાજપ વિરોધી દેશની અનેક પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો. હવે વિપક્ષી પાર્ટીઓની બીજી બેઠક 12 થી 14 જુલાઈની વચ્ચે શિમલામાં મળવાની છે. આ બે દિવસીય બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે એમ જાણવા મળેલ છે.