ભાદરવા માસની વદ પક્ષની એકાદશીને પિતૃ કે ઈન્દિરા એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિનું એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશીનું મહત્વ ધણું વધારે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કોઈ કારણસર કરી શકતા નથી તો ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. એવું કહેવાય છે કે ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનું શ્રાદ્ધ કરવા જેટલું ફળ મળે છે. જેના કારણે પૂર્વજોને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ આશીવૉદ આપે છે. આ એકાદશી દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવી સ્વગૅલોકની પ્રાપ્તિ થાય છે.
એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પુજન સાથે સાથે સવૅ દેવતાના આશીર્વાદ આપતા ગાયમાતાનું પુજન, જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર તુલસીમાતાનું પુજન થાય છે. આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષનું પુજન કરવામાં આવે છે ખાસ આ એકાદશી એ પીપળા વૃક્ષ પર જળ અને દુઘનો અભિષેક કરવો, શિવલિંગ પર જળ, દુઘ, ફુલ, બીલીપત્ર, ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.
ભાદરવા પિતૃ કે ઈન્દિરા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે સાથે સાથે સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. પિતૃ કે ઈન્દિરા એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ છે. પારણા સમયે પ્રથમ તુલસી પત્રનું સેવન કરવામાં આવે ત્યારે જ આ વ્રત સંપૂર્ણ થાય છે. સાથે જ જેઓ વ્રત નથી રાખતા તેમણે પણ ચોખા ન ખાવા જોઈએ અને જેમણે વ્રત રાખ્યું છે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.