Home News Update My Gujarat 22 થી 26 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં યોજાશે અભ્યાસ અને અધ્યાત્મના સમન્વયનો અમૃત...

22 થી 26 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં યોજાશે અભ્યાસ અને અધ્યાત્મના સમન્વયનો અમૃત મહોત્સવ…

0

અહીં  26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે.  આ સાંસ્કૃતિક પ્રદર્શનીમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે.

અધ્યાત્મ અને શિક્ષણના સમન્વય જેવી સંસ્થા રાજકોટ ગુરૂકુળના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ થતાં અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. 22 થી 26 ડિસેમ્બર દરમિયાન આ મહોત્સવ યોજાશે. જ્યારે સાંસ્કૃતિક પ્રદર્શની 10 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવમાં દેશના મોટા સંતો સહિત અલગ અલગ ક્ષેત્રોની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ચીન્ના જિયર સ્વામી,યોગ ગુરુ રામદેવ બાબા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા,ચિદાનંદ સરસ્વતી જી જેવા સંતો રહેશે ઉપસ્થિત. 1948માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના થઈ હતી.જેને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા છે.જેથી સંસ્થા દ્વારા ભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version