Published by : Rana Kajal
અત્યારે મોંઘવારી વધતા ખાદ્યચીજોની સાથે-સાથે સમોસાના ભાવ પણ વધી ગયા છે હવે 10 રૂપિયામાં એક પીસ મળે છે. જોકે રાંચીના ધૂર્વામાં એક દુકાન છે, જ્યાં માત્ર 1 રૂપિયામાં સમોસા મળી રહ્યા છે. તેને મિની સમોસા કહેવામાં આવે છે કેમ કે તેની સાઈઝ સામાન્ય સમોસા કરતા થોડી નાની છે. ત્યાં સમોસા ખાવા માટે લોકોની ભીડ જામે છે.સમોસાના દુકાનદાર કહ્યું કે છેલ્લા 22 વર્ષથી હું આ દુકાન ચલાવુ છું કેમ કે હું સાંભળી શકતો નથી એટલે ક્યાંય કામ કરી શક્યો નહીં. બહાર કામ કરવામાં મુશ્કેલી પડી રહી હતી તેથી શરૂથી જ પોતાના વ્યવસાય પર ધ્યાન આપ્યુ. બાળપણથી સારા સમોસા બનાવતો હતો એટલે આને જ વ્યવસાય બનાવી દીધુ. 22 વર્ષ પહેલા પણ 1 રૂપિયામાં સમોસા વેચતો હતો. જોકે મે ભાવ વધાર્યા નથી પરંતુ મોંઘવારીના કારણે સાઈઝ થોડી નાની કરી છે.તેઓ સમોસાની સાથે પકોડા અને ચા પણ વેચે છે. પકોડા 10 રૂપિયામાં 10 પીસ અને એક કપ ચા ના 3 રૂપિયા એ રીતે વેચે છે. લોકોને લાગે છે કે સસ્તુ વેચવાથી નુકસાન થાય છે પરંતુ આનાથી વધુ ખરીદી થાય છે તો નફો પણ વધુ મળે છે.