Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Update233 વર્ષ અગાઉ અસ્તિત્વ માં આવ્યું હતું ચૂંટણીચિહ્ન....ચૂંટણી ચિન્હ ની વિગતો ખૂબ...

233 વર્ષ અગાઉ અસ્તિત્વ માં આવ્યું હતું ચૂંટણીચિહ્ન….ચૂંટણી ચિન્હ ની વિગતો ખૂબ રસપ્રદ છે….

ચૂંટણી ચિન્હની રસપ્રદ વિગતો છે. વર્ષ 1985માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. બાળ ઠાકરેની પાર્ટી શિવસેના પાસે કોઈ નિશ્ચિત ચૂંટણી ચિહ્ન નહોતું. આવી સ્થિતિમાં પાર્ટીના ઉમેદવારને ચૂંટણીચિહ્ન ‘મશાલ’ મળ્યું. હવે 37 વર્ષ બાદ ફરી એકવાર બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ‘મશાલ’ ચૂંટણીચિહ્ન મળી ગયું છે. ત્યારે આજથી લગભગ  233 વર્ષ પહેલાં રાજકીય પક્ષને પ્રથમ ચૂંટણીચિહ્ન મળ્યું હતું જેમકે

બ્રિટાનીકા અનુસાર  ગ્રીક શહેર સ્પાર્ટામાં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જો કે, આ સમયે આજની જેમ સંગઠિત રાજકીય પક્ષોની હાજરી નહોતી. 1789માં અમેરિકામાં ‘એલેક્ઝાન્ડર હેમિલ્ટન’ના નેતૃત્વમાં સૌપ્રથમ સંગઠિત રાજકીય પક્ષની રચના કરવામાં આવી હતી, જેને ‘ફેડરલિસ્ટ પાર્ટી’ નામ આપવામાં આવ્યું હતું. આ પક્ષનું નિશાન ગોળાકાર રીંગ એટલે કે સાયકલ રીંગના રૂપમાં હતું. આ રીંગનો રંગ કાળો હતો. અહીંથી જ વિશ્વભરના સંગઠિત પક્ષો વચ્ચે ચૂંટણી ચિહ્ન કે પાર્ટી ચિહ્નની પ્રક્રિયા શરૂ થઈ. એમ મનાઇ રહ્યું છે.લંડન સ્થિત બ્રાન્ડિંગ એજન્સી ફેબ્રિક અનુસાર,ચુંટણી ચિન્હની જરૂર કેમ પડે છે તેની વિગત જોતા પહેલું કારણ…..ભારત જેવો દેશ જ્યાં અભણ લોકોની સંખ્યા ઘણી વધારે હતી. આવી સ્થિતિમાં ઉમેદવારનું નામ વાંચવાને બદલે તેનું ચૂંટણી ચિહ્ન સરળતાથી ઓળખી શકાય એમ હતું. બીજું કારણ.. માનવીનું મગજ 90% માહિતી વિઝ્યુઅલ માધ્યમ દ્વારા મેળવે છે. એટલું જ નહીં, લોકો ઓડિયો અથવા લેખિત માહિતી કરતા 40% વધુ વિઝ્યુઅલ ડેટા યાદ રાખી શકે છે. તેથી પક્ષના વચનો, નામ કે કામ યાદ રાખવા કરતાં પક્ષનું પ્રતીક કે ચિહ્ન યાદ રાખવું સહેલું છે. અને ત્રીજું કારણ એ છે કે : 17મી અને 18મી સદીની વચ્ચે અનેક ચળવળો, વિદ્રોહ અને વિરોધ થયા, જેનું પ્રતીક રહેતું હતુ.

આ પ્રતીકોમાંથી ઉભરી રહેલા પક્ષ કે નેતાઓએ આ પ્રતીકોને તેમના ચૂંટણી પ્રતીક તરીકે અપનાવ્યા છે અથવા સિમ્બોલ બનાવવામાં આવ્યું હતું. ભારત દેશમા ચુંટણી ચિન્હની વિગત જોતા  ભારતમાં 137 વર્ષ પહેલાં કોંગ્રેસની રચના બાદ પાર્ટી સિમ્બોલની શરૂઆત થઈ હતી.વર્ષ 1947 પહેલા દેશમાં બે મોટા રાજકીય પક્ષો હતા. એક કોંગ્રેસ અને બીજી મુસ્લિમ લીગ. 28 ડિસેમ્બર 1885ના રોજ તેની સ્થાપના પછી, ‘બે બળદની જોડી’ કોંગ્રેસ પક્ષનું પ્રતીક હતું. ત્યાં, 1906માં અર્ધ ચંદ્ર અને તારો એ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગનું પક્ષનું પ્રતીક હતું જેની રચના થઈ હતી. પરંતુ, ભારતમાં પાર્ટી ચિહ્ન અથવા ચૂંટણી ચિહ્નની સફરની વાસ્તવિક શરુઆત 1951 પછી શરૂ થઈ હતી.

તા 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 દરમિયાન દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ સમયે સૌથી મોટો પડકાર દેશના કરોડો અભણ લોકોને ચૂંટણીમાં સામેલ કરવાનો હતો.તમામ પક્ષોના પ્રતિકની તસવીર અલગ-અલગ બોક્સ પર લગાવવામાં આવી હતી. જેના કારણે પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 20 લાખથી વધુ બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ચૂંટણીમાં 14 રાષ્ટ્રીય રાજકીય પક્ષો મેદાનમાં હતા. ત્યારે હાથ એટલે કે પંજો ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (રુઈકર ગ્રુપ)નું સિમ્બોલ હતું.

પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભાગ લેનારા 14 રાષ્ટ્રીય પક્ષોના ચૂંટણીચિન્હોની વિગત જોતા એ સમયે પણ ચૂંટણી પંચે કોઈપણ પક્ષને ધર્મ અને જાતિ સંબંધિત ચિહ્નો આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મોટાભાગની પાર્ટીઓને આવા ચૂંટણી ચિહ્ન મળ્યા છે, જેના વિશે સામાન્ય લોકો માહિતગાર છે.એમ.એસ સેઠીએ તમામ પક્ષોના ચૂંટણી ચિહ્નોનો સ્કેચ બનાવ્યો હતો.

વર્ષ  1957ની સામાન્ય ચૂંટણીમાં એક ઉમેદવારને રુસ્ટર સિમ્બોલ મળ્યો હતો. આ પછી, ઉમેદવાર જીવંત મરઘી સાથે ચૂંટણીમાં ગયો.બૂથ પરથી ગીધ મરઘો લઈને ભાગી ગયો તો ઉમેદવાર હાર્યા આ પછી લોકોમાં એવી ચર્ચા ચાલી હતી કે જે નાના પક્ષીનું ધ્યાન નથી રાખી શકતો તે પોતાના વિસ્તારના હજારો મતદારોનું રક્ષણ કેવી રીતે કરશે. પરિણામ એ આવ્યું કે નેતાજી ચૂંટણી હારી ગયા.એ જ રીતે મુંબઈમાં જ્યારે એક ઉમેદવારને હાથીનું ચૂંટણી ચિહ્ન મળ્યું ત્યારે તેણે હાથીને સાથે લઈને લોકોમાં પ્રચાર શરૂ કર્યો. જ્યારે અન્ય એક ઉમેદવારને વાઘનું પ્રતિક મળ્યું હતું તો તેણે પાંજરામાં બંધ વાઘ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો  બંને ઉમેદવારો આ પ્રાણીઓ દ્વારા ભીડ એકત્ર કરવામાં સફળ રહ્યા હતાં જોકે  શિવસેનાએ 56 વર્ષમાં 5થી વધુ ‘પાર્ટી સિમ્બોલ’ બદલ્યા છે

સોપ્રથમ  શિવસેનાના ઉમેદવારનું પ્રતીક તલવાર અને ઢાલ હતું.ત્યારબાદ 1970માં પહેલીવાર વામનરાવ મહાદિક શિવસેના પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. આ સમયે ઉગતો સૂર્ય તેમનું ચૂંટણી પ્રતીક હતું. શિવસેનાને 15 વર્ષ પછી 1985 સુધી કાયમી ચૂંટણી ચિહ્ન મળ્યું નહોતું. આવી સ્થિતિમાં આ વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાના છગન ભુજબળે મશાલના ચિહ્ન પર ચૂંટણી જીતી હતી.

છેવટે 1989માં શિવસેનાને ચૂંટણીપંચ તરફથી કાયમી ચૂંટણી ચિહ્ન તીર-ધનુષ મળી ગયું. આ સાથે બાળ ઠાકરેની પાર્ટીને પણ રાજ્ય પક્ષ તરીકે માન્યતા મળી. 1966થી 1989 સુધી શિવસેનાએ અનેક અલગ-અલગ સિમ્બોલ પર ચૂંટણી લડી. તેમાંના મુખ્ય હતા મશાલ, ઢાલ અને તલવાર, ઉગતો સૂર્ય, રેલ્વે એન્જિન, તાડના વૃક્ષો વગેરે.  અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ રહી હતી. આ સમયે ડેમોક્રેટિક પાર્ટી તરફથી એન્ડ્રુ જેક્સન મેદાનમાં હતા. તેમણે પ્રજાને અનેક આકર્ષક વચનો આપ્યા હતા.

એન્ડ્રુ જેક્સન દ્વારા આપવામાં આવેલા વચનોને કારણે લોકોએ તેના માટે ગધેડા જેવા વિશેષણનો ઉપયોગ કર્યો હતો. એન્ડ્ર્યુ જેક્સનને આ વાતની જાણ થતાં જ તેણે પોતાના ચૂંટણી પોસ્ટરમાં ગધેડો લગાવી દીધો. તેઓ આ ચૂંટણી જીત્યા અને એન્ડ્રુ અમેરિકાના 7મા રાષ્ટ્રપતિ બન્યા. અહીં પણ પ્રતીકની ભૂમિકા મહત્વની હતી. ત્યાર બાદ પછી ‘હાથી’ Vs ‘ગધેડો’ નિશાન વચ્ચેની લડાઈ આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!