Published By:-Bhavika Sasiya
ઓનલાઇન લાઈન ખરીદી કરવાનું આમતો સરળ લાગે છે પરંતું કોઈક વાર ઓન લાઈન ખરીદી ખુબ મોંઘી સાબીત થઈ શકે છે જેમકે મુંબઈના ડૉક્ટરે 25 સમોસા ઓનલાઈન મંગાવ્યા હતા જેની કિંમત લાખોમાં પડી હતી.
મુંબઈના સાયન વિસ્તારમા બનેલ આ ઘટનાની વિગત જોતા KEM હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે તેના મિત્રો સાથે પાર્ટી માટે 25 સમોસા ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. આ માટે તેને 1500 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ડૉક્ટરે ઉલ્લેખ કરાયેલ નંબર પર 1500 રૂપિયા મોકલ્યા હતા.જો કે, આ પછી ડૉક્ટરને કહેવામાં આવ્યું કે તેમના દ્વારા મોકલવામાં આવેલા પૈસા મળ્યા નથી, આ સ્થિતિમાં તેમણે ફરીથી ચૂકવણી કરવી પડશે. આ પછી ડૉક્ટર પાસે પેમેન્ટ રિક્વેસ્ટ આવી. જે તબીબે સ્વીકારી હતી અને ચૂકવણી કરી હતી. જૉકે ડોક્ટરના ખાતામાંથી 1500ના બદલે લગભગ દોઢ લાખ રૂપિયા કપાઈ ગયા હતા. આમ ઓનલાઇન સમોસા ખરીદવા મોંઘા પડ્યા હતા જૉકે આ અંગે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.