Published By : Disha PJB
ગુજરાતનું આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં ટોપ કરનાર વિદ્યાર્થીનું ત્રણ દિવસ પહેલા, સમગ્ર પરિવારને હિટ એન્ડ રનમાં ટક્કર મારતા માતા પુત્રનું મોત થયું છે. જ્યારે પિતા જીવન મરણ વચ્ચે અમદાવાદમાં ઝોલા ખાઈ રહ્યા છે. જોકે સમગ્ર શહેરમાં ટોપ કરનાર વિદ્યાર્થીના ઘરે આજે ખુશીના બદલે નજીકના પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનો શોકાતુર બન્યા હતા. સ્થાનિક પરિવારજનોએ અકસ્માતના કેસમાં ન્યાયની માંગ કરી ટોપ કરનાર વિદ્યાર્થીને સાચી શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી છે.
સામાન્ય રીતે ssc તેમજ hsc માં પોતાના કોઈપણ પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવે તો દરેક પરિવારજનો ખુશ થતા હોય છે. જો કે ખેડબ્રહ્મા ખાતે ચાર દિવસ પહેલા હિટ એન્ડ રન અંતર્ગત સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે સમગ્ર પ્રજાપતિ પરિવાર તહસ નહસ થઈ ચૂક્યો છે જેમાં શિવમ પ્રજાપતિ દ્વારા આજે સ્થાનિક સમાજ સહિત પરિવારજનો માટે ખુશીનો દિવસ લાવ્યો હોવા છતાં ખુશી મનાવી શકાય તેમ નથી પરિવારજનો આજે તેની પ્રતિમા સામે નતમસ્તકે બેઠેલા જોવા મળે છે તેમજ આજની તારીખે પણ તેના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે પોલીસે કોઈ ઠોસ કામગીરી ન કરી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે.
જોકે પોલીસ વિભાગ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે પરંતુ હીટ એન્ડ રનનો ગુનો ન નોંધાતા હવે પરિવારજનો આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે.