Published by : Rana Kajal
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે અલગ અલગ પાર્ટીના નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વડોદરાની મુલાકાત લે તેવી સંભાવના છે. સંસ્કારી નગરી વડોદરામાં ઉદ્યોગકારોનું રોકાણ થાય તે માટે PM મોદી ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી શકે છે. મોદીની મુલાકાત પગલે ખાનગી કંપની દ્વારા લેપ્રસી મેદાન ખાતે તૈયારીઓ હાથ ધરાઈ છે. 6 હજાર સ્કવેર ફૂટનો ડોમ બંધાશે તેમજ 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરશે તેવી સંભાવના છે.
પક્ષના બેનર વગર ઉદ્યોગપતિઓનો કાર્યક્રમ યોજાઇ શકે છે. મીની જીઈબી સબ સ્ટેશન પણ ઉભું કરાશે. આજવા રોડના લેપ્રસી મેદાન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.