માતા સ્કંદમાતા દુર્ગા માતાનો પાંચમો અવતાર છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતા એટલે સ્કંદ કુમારની માતા. સ્કંદ કાર્તિકેયનું નામ છે, જે શિવ અને પાર્વતીના બીજા અને શદાનન (છ મુખવાળા) પુત્ર છે. સ્કંદની માતા હોવાને કારણે તેમનું નામ સ્કંદમાતા રાખવામાં આવ્યું હતું. માતાના આ સ્વરૂપને ચાર હાથ છે અને તેમણે સ્કંદ એટલે કે કાર્તિકેયને તેમની જમણી બાજુ ઉપરના હાથથી અને આ બાજુના નીચલા હાથમાં કમળનું ફૂલ પકડ્યું છે. ડાબી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રા ધરાવે છે અને બીજા હાથમાં નીચે સફેદ કમળનું ફૂલ છે. સિંહ તેમનું વાહન છે. તે સૌરમંડળની પ્રમુખ દેવી છે, તેથી તેમની આસપાસ સૂર્ય જેવું અલૌકિક ચમકતું વર્તુળ દેખાય છે. આ દેવી સુખ આપનારી છે.
મોક્ષની પ્રાપ્તિ
ભલે ગમે તેટલો મોટો પાપી કેમ ન હોય પણ તે માતાની શરણમાં પહોંચતા તમામ વ્યક્તિને માતા પોતાના પ્રેમના પાલવથી ઢાંકી લે છે. શાસ્ત્રોમાં તેમની ઉપાસનાનું પુષ્કળ મહત્વ જણાવાયું છે. તેમની ઉપાસનાથી ભક્તોની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે. ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂર્યમંડળની અધિકારીણી દેવી હોવાને કારણે તેમના ઉપાસકોને અલૌકિક તેજ મળે છે .
મા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર
॥ સિંહાસનગતા નિત્યં પદ્માંચિત્તક૨દ્ભયા ।
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ॥
Jay Mataji🙏🏻