નાના- મોટા હીરા તો આપણે જોયા હોય છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના દેશ અંગોલાની એક ખાણમાંથી ગુલાબી હીરો મળી આવ્યો છે. 300 વર્ષમાં પહેલીવાર આટલો મોટો હીરો મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો આ હીરાની કિંમત વિશે જાણી શકાયું નથી. આ હીરાનું વજન 170 કેરેટ જાણવા મળી રહ્યું છે. ઝવેરીને તેની કિંમતનો સાચો ખ્યાલ કટિંગ અને પોલિશ કર્યા પછી જ આવી શકશે. આ સુંદર હીરાની શોધ તાજેતરમાં જ કેટલાક ખાણકામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ હીરાને ‘ધ લોલો રોઝ’ નામ આપવામાં આવ્યું છે.
લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે અત્યાર સુધીમાં બનાવવામાં આવેલા સૌથી મોટા ગુલાબી હીરા પૈકી એક છે. જો આ હીરાની હરાજી કરવામાં આવે તો તેની કિંમત 1000 કરોડ રાખવામાં આવી શકે છે.
સરકારે કરી પ્રશંસા
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે “ઐતિહાસિક” શોધને આવકારે છે, જે સૌથી કિંમતી હીરો છે. ટાઇપ IIa ડાયમંડ સંપૂર્ણપણે શુદ્ધ હોય છે.
હીરો વેચવા માટેની પ્રક્રિયા
આ હીરાનું વેચાણ અંગોલા રાજ્યની માલિકીની ડાયમંડ ટ્રેડિંગ કંપની સોડિયમ દ્વારા બહાર પાડવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ટેન્ડર દ્વારા કરવામાં આવશે. ‘લોલો રોઝ’ની સાચી કિંમતનો અંદાજ કાઢવા માટે હીરાને કાપીને પોલિશ કરવો પડશે. અગાઉ પણ આ પ્રકારના ગુલાબી હીરાની વધારે કીંમત મળી છે. ગુલાબી હીરાની હરાજી રેકોર્ડ 1.9 અબજ રૂપિયામાં થઈ છે. આ દુર્લભ હીરાની હરાજી સ્વિટ્ઝરલેન્ડના જિનીવામાં સોથેબીનીએ કરી હતી. આ હીરા રશિયાની એક ખાણમાંથી મળી આવ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-29-at-1.29.36-PM.jpeg)
ગુલાબી હીરો ઈંડા આકારનો છે.
‘ધ સ્પિરિટ ઓફ ધ રોઝ’ નામનો આ 14.83 કેરેટનો આ ડાયમંડ રશિયામાં જોવા મળતા સૌથી મોટા ગુલાબી ક્રિસ્ટલ પૈકી એક છે, તેનો આકાર અંડાકાર છે. સોથેબીના જણાવ્યા અનુસાર, એક અંદાજ મુજબ તે 33 કરોડ અમેરિકી ડોલરથી લઈને 3 કરોડ 80 લાખ અમેરિકી ડોલર છે.
વિશ્વના સૌથી પ્રખ્યાત ગુલાબી ડાયમંડ ઓસ્ટ્રેલિયાની આર્ગેલ ખાણમાંથી જ મળી આવે છે.પરંતુ છેલ્લા થોડા સમયથી આ ખાણને બંધ કરી દેવામાં આવી છે. આ હીરો જુલાઈ 2017માં રશિયન હીરા ઉત્પાદક અંગોલા દ્વારા એક ખાણમાંથી મળી આવ્યો હતો. તાઈપેઈ, હોંગકોંગ અને સિંગાપોર જેવા મોટા શહેરોમાં પણ તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. યુરોપના સૌથી મોટા ઓનલાઇન ડાયમંડ ટ્રેડર ટોબિયાસ કોરમન્ડનું કહેવું છે કે સમયની સાથે પિંક ડાયમંડ વધુ દુર્લભ બની જાય છે.