Published by : Vanshika Gor
ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજને ઇનર વ્હીલ કલબ સાથે જોડાયેલા અને જે.બી. મોદી વિધાયલના ટસ્ટ્રી નીક્કીબહેન મહેતાએ પોતાના પિતાએ વર્ષ 1990 માં લખેલા મિકેનિકલ એન્જીનીયરના 19 મોડ્યુલર્સ ડોનેટ કર્યા હતા.
ભરૂચ ઇનર વ્હીલ કલબ સાથે સંકળાયેલા અને જે.બી.મોદી વિદ્યાલયના ટ્રસ્ટી નીક્કી મહેતાએ કે.જે.પોલીટેકનિક કોલેજના વિધાર્થીઓ માટે મિકેનિકલ્સના મોડ્યુલર્સ ભેટ આપ્યા હતા. તેઓના પિતા સ્વ. નરેન્દ્રભાઈ મેસવાણી દ્વારા વર્ષ 1990 માં મિકેનિકલ એન્જીનિયર્સના મોડ્યુલર્સ લખાયા હતા. જેમના મોડ્યુલર્સને હ્યુમન રિસોર્સીસ ઓફ ઇન્ડિયાએ પાસ કર્યા હતા. ઇજનેરી વિધાર્થીઓ માટે આ મોડ્યુલર્સ ઘણા ઉપયોગી અને કારગત નીવડશે તેવી અભિલાષા તેઓએ વ્યક્ત કરી છે.કાર્યક્રમમાં સંસ્થાના વડા એસ.એમ.મિસ્ત્રી, સી.એચ.ભટ્ટ, એન.બી.વસાવા, વિધાર્થીઓ સહિત સ્વ. મેસવાણી પરિવારના હરીશ મહેતા, અક્ષય શેઠ, અંજના શેઠ, ચિંતન તોલાટ મોલિના કમાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.