Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternational33 હત્યાના દોષિત ગેંગસ્ટરને 1,310 વર્ષ જેલની સજા ફટકારાઈ...વિશ્વમાં સૌથી લાંબી સજા...

33 હત્યાના દોષિત ગેંગસ્ટરને 1,310 વર્ષ જેલની સજા ફટકારાઈ…વિશ્વમાં સૌથી લાંબી સજા પૈકીની એક સજા…

Published by : Rana Kajal

લેટીન અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં એક ગેંગસ્ટરને 33 હત્યા, 9 હત્યાની કોશિશ અને અન્ય ગુનાખોરી માટે 1310 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. વિલ્મર સેગોવિયા નામનો આ ગેંગસ્ટર એમએસ-13 નામની ગેંગનો સદસ્ય છે.

અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયિબે ગેંગસ્ટરો વિરૂદ્ધ લેટીન અમેરિકન દેશનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિના અભિયાનને અંતર્ગત 33 હત્યામાં સામેલ વિલ્મર સેગોવિયા નામના ગેંગસ્ટરને 1310 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ 22 હત્યામાં સામેલ એવા બીજા ગેંગસ્ટરને 945 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે.22 હત્યામાં સામેલ એવા મિગુએલ એન્જલ પોર્ટિલો પર હત્યા સિવાય, આગચંપી અને હત્યાની કોશિશ જેવા બીજા ઘણા આરોપ લાગ્યા હતાં. આ બંને ગેંગસ્ટરોને સંભળાવવામાં આવેલી સજાને લેટીન અમેરિકન દેશની સૌથી લાંબી સજા માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અલ સાલ્વાડોરમાં ગુનાખોરીએ માથું ઉચકતા રાષ્ટ્રપતિએ ખુદ મેદાને ઉતરવું પડયું છે. અલ સાલ્વાડોરના પ્રમુખ નાયિબ બુકેલેએ 24 ફેબુ્રઆરીના રોજ ટવીટ કરીને માહિતી આપી હતી કે, તેમની સરકારે દેશના ખૂંખાર ગણાતા 2000જેટલા ગેંગસ્ટરોને એક નવી બનાવેલી જેલમાં શિફ્ટ કર્યા છે. 40000 કેદીઓની ક્ષમતાવાળી આ જેલને લેટીન અમેરિકાની સૌથી મોટી જેલ માનવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!