- ટેબલ ટેનિસની રમતમાં ગુજરાતની અનોખી સિદ્ધિ…..
હાલમાં રમાતી 36મી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસના ફાઇનલમાં ગુજરાતના બોયઝના ખિલાડીઓએ દિલ્હીને 3-0 થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ટેબલ ટેનિસ રમત ક્ષેત્રે ગુજરાતને આગવું ગૌરવ અપાવ્યું હતું. આ પહેલા વર્ષ 2015માં ગુજરાતની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે હાલમાં નેશનલ ગેમ્સમાં ગુજરાતે દિલ્હીને 3-0 થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેચમાં ગુજરાતની ટીમનાં માનવ ઠક્કર મેચ રમી માનવે દિલ્હી ટીમના ખિલાડી સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી હરાવ્યું. ત્યારબાદ આ મેચમાં હરમીત દેસાઈ મેચ રમ્યો એમાં હરમીત દેસાઈએ દિલ્હી ટીમના પાયસ જૈન 11-7, 11-3, 12-10થી હરાવ્યું. અને અંતે આ મેચમાં માનુષ શાહ રમ્યો તેમણે દિલ્હીના યશાંશ મલિક ને 11- 4, 11-9, 11-4 થી હરાવ્યું અને ગુજરાતને ગોલ્ડ મેડલ મળ્યો હતો.

આ બાબતે ગુજરાતની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરતા હરમિત દેસાઈએ જણાવ્યું કે, આ 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં મળ્યો છે. એ ખૂબ જ ખુશીની વાત છે. આ પહેલા 2015માં અમે સિલ્વર મેડલ જીત્યા હતા. એટલે કે આ ઇતિહાસ માટે મોટી વાત છે એમ કહી શકાય. અને દિલ્હીની ટીમને અમે હરાવ્યું તે પણ ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે. અમારી ટીમના ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. અને આશા રાખીએ છીએ આગળ પણ ટેબલ ટેનિસમાં મેડલ મેળવીએ. આ મેચમાં જે રીતે માનવ ઠક્કરે જીત મેળવી ત્યારબાદ મારામાં આત્મવિશ્વાસ વધી ગયો હતો.

(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)