36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની ટુકડીએ તેમના નેશનલ ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર બીચ વોલીબોલમાં મેડલ મેળવ્યો છે.
ગુજરાતમાં હાલ 36 મી નેશનલ ગેમ્સ ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ કુલ ચાર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ત્રણ ગેમ્સ પૂર્ણ થઇ ચુકી છે. તો બીચ વોલીબોલની ગેમ્સ ચાલી રહી છે. આ ગેમ્સમાં આજરોજ ગુજરાતની મહિલા ટીમની નીપા બારડ અને મનીષા ઝાલાએ સારું પ્રતિનિધિત્વ કરી ગુજરાતના ઇતિહાસમાં બીચ વોલીબોલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ બંને જોડીએ પી શ્રીકૃતિ અને તેલંગાણાની વી એશ્વર્યાની ટોચની ક્રમાંકિત જોડીને 15-21, 21-10, 15-12થી હરાવ્યા હતા. તે ઉપરાંત પોંડિચેરીની વી શશિકલા અને એ કનિમોઝી 21-15, 9-21, 15-10થી હરાવ્યા હતા.

નીપા બારડ અને મનીષા ઝાલા બંને માત્ર 18 વર્ષની છે અને આ એપ્રિલ મહિનામાં સાંગલી ખાતે યોજાયેલી યુથ નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની ટીમનો ભાગ હતા અને ખેલો ઈન્ડિયા 2022માં બ્રોન્ઝ જીતનાર ગુજરાતની ટીમમાં પણ હતા.

આ બાબતે નીપા બારડે જણાવ્યુંકે, અમે વોલીબોલ ખેલાડીઓ છીએ પરંતુ અમારા કોચ દેવેન્દ્ર કુમારને અમારી ક્ષમતામાં વિશ્વાસ હતો અને અમને બીચ વોલીબોલ માટે તૈયાર કર્યા હતા. એકમાત્ર મુશ્કેલી લાકડાના ફ્લોરિંગમાંથી રેતીમાં સંક્રમણની છે પરંતુ અમે ખુશ છીએ કે અમે પ્રથમ દેખાવમાં ગુજરાત માટે પ્રથમ ચંદ્રક મેળવી શક્યા અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)