- હેકરે હેક કરેલા ડેટાના સેમ્પલ શેર કર્યા છે જેમાં અનેક હાઈ પ્રોફાઈલ એકાઉન્ટસના ડેટા સામેલ
ટ્વિટર યુઝર્સ પર મોટો હેકિંગ એટેક થયો છે. આ હેકિંગ એટેકમાં દુનિયાભરના લગભગ 40 કરોડ યુઝર્સનો ડેટા ચોરાઈ ગયો છે. હેકર્સે આ ડેટાને ડાર્ક વેબ પર વેચાણ માટે પણ ઉપલબ્ધ કરાવ્યો છે. ચોરાયેલા ડેટામાં ઈમેલ આઈડી, ફોલોઅર્સ અને ફોન નંબર સિવાય યુઝર્સના નામ સામેલ છે. આ ડેટા લીકમાં NASAની સાથે ભારતીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનો ડેટા પણ ચોરાઈ ગયો છે. આ સિવાય હેકરે સલમાન ખાન, સુંદર પિચાઈ, WHOના સોશિયલ મીડિયા, SpaceX અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જેવા હાઈપ્રોફાઈલ એકાઉન્ટનો ડેટા પણ ચોરી લીધો છે.
શેર કરવામાં આવેલા સેમ્પલમાં અનેક હાઈ પ્રોફાઈલ એકાઉન્ટનો ડેટા
હેકરે હેક કરેલા ડેટાના સેમ્પલ શેર કર્યા છે જેમાં અનેક હાઈ પ્રોફાઈલ એકાઉન્ટસના ડેટા સામેલ છે. આ ડેટા લીક APIમાં થયેલી એક ગડબડના કારણે થયો છે. જેનાથી હેકર્સ સરળતાથી યુઝર્સના ઈમેલ, ફોન નંબરની જાણકારી મેળવી શકે છે.
હેકરે મસ્કને ડેટા ખરીદવાની આપી સલાહ
હેકરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, Twitter અથવા Elon Musk જો તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો તો તમને 5.4 કરોડથી વધુ યુઝર્સોના ડેટા લીક માટે GDPR દંડનું જોખમ પહેલેથી જ છે. હવે 40 કરોડ યુઝર્સોના ડેટા લીક થવા માટે દંડ વિશે વિચારો. આ સાથે હેકરે મસ્કને ફાઈનથી બચવાની પણ સલાહ આપી હતી. હેકરે મસ્કને કહ્યું કે, તે ફાઈનથી બચવા માટે આ ડેટાને પોતે ખરીદી લે. અગાઉ પણ હેકરે ટ્વીટર યુઝર્સના ડેટા હેક કરી લીધા હતા જેમાં 54 લાખ યુઝર્સના ડેટા લીક થયા હતા.