Published By:-Bhavika Sasiya
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાનચના સૂત્રોએ તાલુકાનાં દહેગામ ગામના પાતાળકૂવા ફળીયામાંથી શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક ઈસમને 43 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતા
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલકત સબંધી અને વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા આપેલ સુચનાને આધારે એલસીબીના પી.આઈ ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ પી.એમ.વાળા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના દહેગામ ગામના પાતાળકૂવા ફળીયામાં રહેતો મોહીન ઉંમરજી પોપટ ચોરીનું ડીઝલ લાવી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 415 લિટર ડીઝલ અને ફોન મળી કુલ 43 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શંકાસ્પદ હાલતમાં મોહસીન ઉમરજી પોપટની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી મોહસીન ઉમરજીએ આ જતથો કોઈ પેટ્રોલ પંપ પર થી ચોરી કર્યો છે કે પછી ડીઝલ ના ટેન્કર માંથી બારોબાર સગે વગે કર્યો છે સહિત ની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે.