બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ અન્યત્ર, જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે. એમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૂચનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/a_culture_that_flows_unhindered20140724092535_505_1.jpg)
ગુજરાતનાં જળાશયોમાં 68.40% જળસંગ્રહ
રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 58, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.