અમદાવાદ
ગુજરાત સરકાર 8 ઓક્ટોબરે અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરશે. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ કેન્દ્રો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. આગામી સમયમાં રાજ્યભરમાં આ ફૂડ સેન્ટરો ખોલવામાં આવશે. આ યોજનામાં 50 થી વધુ શ્રમિક જે એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે.
વિજય રૂપાણીએ આ યોજનાની પ્રથમ શરૂઆત કરી હતી. દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માત્ર મજૂર વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં ભોજનની યોજના શરૂ કરી હતી. જેમાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટિક આહાર આપવાનું આયોજન કર્યું હતુ. ભાજપ સરકારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કાઉન્ટર શરૂ કર્યું હતું. જેમાં શ્રમિકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું. શ્રમિકોને આ યોજના હેઠળ રોજ ભોજનમાં અલગ-અલગ વસ્તુઓ મળતી હતી.
માત્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાં આવી યોજના જાહેર કરાઇ છે. તમિલનાડુમાં અમ્માનું રસોડું ખૂબ જ લોકપ્રિય છે. અહીં પણ લોકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળે છે.જ્યારે સામાજિક કાર્યકર અનૂપ ખન્ના દિલ્હીમાં દાદીના રસોડામાં એક સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ દિલ્હી-એનસીઆરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે છે.