Published By:-Bhavika Sasiya
- વડોદરાનો 4 વ્યક્તિઓનો એક પરિવાર મનાલી ફરવા ગયો અને ભૂ સ્ખલન વચ્ચે અટવાયો.
- કલાકો સતત કારમાં જ વિતાવ્યા બાદ પરિવાર હેમખેમ ઘરે પરત ફર્યો.
શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ગર્ગ પરિવારના ચાર સભ્યો મનાલી ફરવા માટે ગયા હતા.જો કે આ પરિવારે ભૂ સ્ખલન અને વરસાદ વચ્ચે 52 કલાક કારમાં જ ગુજારવા પડ્યા હતા. પરિવારની આંખો સામે મોત સતત ઝઝૂમી રહ્યું હતું. તેઓ હેમખેમ ઘરે પરત ફરતા કુદરતનો આભાર માન્યો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-14-at-9.12.21-AM1-826x1024.jpeg)
શહેરના મકરપુરા ખાતે રહેતા અમોલ ગર્ગ અને ડો. અર્ચના ગર્ગ પોતાના પરિવાર સાથે મનાલી ખાતે ફરવા ગયો હતો. પરિવારના ચાર સભ્યોમાં શાન ગર્ગ અને સાચી ગર્ગ પણ જોડાયા હતા. તેઓ પહોંચ્યા ત્યારે જ અચાનક કુદરતી આફત શરુ થઇ ગઈ હતી. અને ભારે વરસાદ સાથે ભૂસ્ખલન થવા માંડ્યું હતું.આ પરિવાર કારમાં જ ફસાઈ ગયો હતો. અને તેઓએ સતત 52 કલાક કારમાં વિતાવવા પડયા હતા.નજીકમાં કોઈ હોટલ કે અન્ય વ્યવસ્થા ન હતી જેના કારણે તેઓએ કારમાં જ રહેવું પડ્યું હતું. બહાર ભારે વરસાદ વચ્ચે અનેક સ્થળોએ થી ભસ્ખલન અને માર્ગો ઉપર પણ મોટી મોટી તિરાડો જોવા મળી રહી હતી. જો કે આ પરિવાર તેમજ અન્ય ફસાયેલા લોકોની વ્હારે સ્થાનિક ગ્રામજનો આવ્યા હતા. અને ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ત્યાં સુલભ શૌચાલયની પણ વ્યવસ્થા હોવાથી રાહત મળી હતી. એક તરફ મોબાઈલમાં કોઈ નેટવર્ક મળતું ન હતું આવી પરિસ્થિતિમાં તેઓએ 52 કલાક કારમાં વિતાવ્યા હતા. કારમાં રહેવાના કારણે પગ પણ સજ્જડ થઇ ગયા હતા. અને કમરના દુખાવાની પણ ફરિયાદ જોવા મળી હતી. જો કે તેઓ હેમખેમ ઘરે પરત ફરતા પરિવારે ઈશ્વરનો પાડ માન્યો હતો.