ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામને ળઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દાયકાથી આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવતા ઝઘડિયાથી છોટુભાઈ વસાવાની હાર થઈ છે. તેઓ સતત 7 ટર્મથી આ બેટક પર લડતા આવ્યા છે અને જીત મેળવતા રહ્યા છે. પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં તેમની કારમી હાર આ બેઠક પર સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ઉમેદવારે ભાજપ ઉમેદવાર રવજીભાઈ વસાવાને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં છોટુભાઈ વસાવા જનતા દળ (JD) પાર્ટીમાંથી ઊભા રહ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર બાલુભાઈ વસાવાને હરાવ્યા હતા.થઈ છે.
ઝઘડિયા ભરૂચ જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી ન હતી, પરંતુ પ્રથમ વખત ભાજપે ત્યા ખાતુ ખોલ્યું છે.
7 ટર્મ બાદ ઝઘડિયાથી છોટુભાઈ વસાવાની હાર, ભાજપે લહેરાવ્યો ભગવો…
RELATED ARTICLES