Published By : Patel Shital
- સપ્ત મોક્ષપુરીનો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ…
- માનવીઓને મૃત્યુ બાદ મોક્ષ મળે તે માટે દેશ 7 જેટલા સ્થળોનો ખાસ વિકાસ કરશે…
દેશમાં કાશી સહિતના ધાર્મિક સ્થળોના વિકાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હિન્દુઓમાં સપ્ત મોક્ષપુરી તરીકે ઓળખાતા સ્થળોનો વિકાસ કરવામાં આવશે. રાજ્યસભામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રવાસન મંત્રાલય અન્ય બાબતો સાથે ભારતના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપે છે જેમાં સર્વગ્રાહી રીતે સપ્ત મોક્ષપુરી જેમાં અયોધ્યા (ઉત્તરપ્રદેશ), મથુરા (ઉત્તરપ્રદેશ), માયા (હરિદ્વાર, ઉત્તરાખંડ), કાશી (વારાણસી, ઉત્તર પ્રદેશ), કાંચી અવંતિકા (ઉજ્જૈન, મધ્યપ્રદેશ), પુરી (ઓડિશા, પશ્ચિમ બંગાળ) અને દ્વારવતી (દ્વારકા, ગુજરાત) નો સમાવેશ થાય છે. આ તમામ સ્થાનકોનો વિકાસ કરવામાં આવશે. તેમજ વૈશ્વિક પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવનાર છે. અધિકૃત વેબસાઈટ દ્વારા તેમજ મંત્રાલયના સોશિયલ મિડિયા હેન્ડલ્સ દ્વારા વધુ પ્રમોશન પણ કરવામાં આવનાર છે.