Published By : Patel Shital
- ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજની ‘મહારાજિન બુઆ’ની કહાની…
ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજની ‘મહારાજિન બુઆ’ જેમણે 80 વર્ષ સુધી સ્મશાન ગૃહમાં કામ કર્યું હતું. સ્મશાનની રાણી એ બ્રાહ્મણ પરિવારની એક છોકરી હતી જે નાની ઉંમરે લગ્ન કરે છે અને તે સ્મશાનભૂમિમાં આ વિશેષ સામાજિક સેવા કરવાનું શરૂ કરે છે. મહારાજિન બુઆનું સાચું નામ ગુલા દેવી હતું. તેમના સૌથી નાના પુત્ર જગદીશ તિવારીએ ગુલાદેવી વિષે જણાવ્યું કે આમ તો મહિલાઓને સ્મશાનગૃહમાં જવાની મનાઈ હતી. જ્યારે અમ્માએ ખૂબ જ નાની ઉંમરે એટલે કે 11 વર્ષની ઉંમરે સામાજિક કાર્ય કરવાનું નક્કી કર્યું ત્યારે પિતા અને દાદાએ તેનો સખત વિરોધ કર્યો. પરંતુ તે ન માની. નોંધપાત્ર બાબત એ છે કે સ્મશાનભૂમિ પર સ્થાપિત પંડાઓને કારણે ઘણી વખત ચર્ચા અને ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. પંરતુ અમ્માનો નિશ્ચય મક્કમ હતો. તેમનો જન્મ 1911માં થયો હતો. તે 91 વર્ષ સુધી જીવ્યા. 2002માં તેમનું અવસાન થયું. ગુલા દેવી દિવસ-રાત સ્મશાન ઘાટ પર રહીને અંતિમ સંસ્કાર કરતી હતી. જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે ઘરે આવી જતી. તેમનો ઉદ્દેશ્ય એવો હતો કે કોઈપણ ગરીબ જે આર્થિક રીતે નિરાધાર હોય. તેના કાર્યો સરળતાથી થાય. બદલામાં કોઈની પાસેથી પૈસાની માંગણી કરી ન હતી, જે મળે તેમાં સંતોષ માનતા હતા.
ગુલા દેવી સ્વબચાવ માટે પોતાની પાસે ખાસ પ્રકારના હથિયારો રાખતી હતી. ઘણી વખત એવા પ્રસંગો આવ્યા જ્યાં ત્રણ-ચાર માણસોએ તેને શારીરિક નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરી પરંતુ હુમલો કરનારાઓને સફળતા પ્રાપ્ત થઈ ન હતી..
પ્રયાગરાજના રસગુલ્લા ઘાટ પર “મહારાજિન બુઆ” નામની સમાધિ બનાવવામાં આવી છે. ઘાટથી થોડે દૂર તેમની પ્રતિમા પણ બનાવવામાં આવી છે, જેનું અનાવરણ કરવાનું બાકી છે.