Home News Update Entertainment 88 વર્ષીય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર કુલ 335 કરોડની સંપત્તિના માલિક…

88 વર્ષીય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર કુલ 335 કરોડની સંપત્તિના માલિક…

0

Published By : Aarti Machhi

  • હાલ તેઓની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઈને ચર્ચામાં…

દિગ્ગજ અભિનેતાઓમાંના એક ધર્મેન્દ્ર હાલ તેઓની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઈને ચર્ચામાં છે. વર્ષ 1960માં 88 વર્ષીય ધર્મેન્દ્રએ ફિલ્મ ‘દિલ ભી તેરા, હમ ભી તેરે’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ધર્મેન્દ્ર પાસે કુલ 335 કરોડની સંપત્તિ છે. તેઓ અત્યાર સુધીમાં 300 કરતા પણ વધુ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. તેઓ પાસે 100 એકરનું ફાર્મહાઉસ, 12 એકરનું રિસોર્ટ અને દેશભરમાં અનેક રેસ્ટોરા છે.

ધર્મેન્દ્ર હાલ લોનાવલામાં 120 કરોડની કિંમતના ફાર્મહાઉસમાં પરિવાર સાથે રહે છે. આ ફાર્મહાઉસમાં આઉટડોર હોટ વોટર સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે. તેઓ ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી પણ કરે છે. આ સિવાય ધર્મેન્દ્ર પાસે વધુ બે ઘર છે. ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની પાસે પણ લગભગ 65 કરોડની સંપત્તિ છે. અમૂલ્ય વિન્ટેજ ફિયાટથી લઈને એક કરોડની મર્સિડીઝ બેન્ઝ સુધી, ધર્મેન્દ્ર પાસે એક ડઝન કાર છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ SL 500 છે, જેની કિંમત 1.15 કરોડ છે.

ધર્મેન્દ્રએ રેસ્ટોરા અને હોટલ ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું છે. 1983થી પ્રોડક્શન હાઉસ ચલાવી રહ્યા છે. ઘાયલ, બેતાબ જેવી ફિલ્મો આપી છે.ધર્મેન્દ્ર કરનાલ હાઈવે પર હાઇ-ફાઇ રેસ્ટોરાંના માલિક પણ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version