આજે ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રુજી છે. કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભચાઉના ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો આંચકો ગત રાત્રિના 10.10 મિનિટે અનુભવાયો હતો. તો નવસારીના વાસંદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વાંસદામાં સવારે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો આંચકો
નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં ઘણી વખત ભૂકંપના હલવા આંચકા આવ્યા છે. ત્યારે આજે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાતાવરણમાં આવતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં આવતા ફેરફારને કારણે અથવા કેલીયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે તેને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડીઝાસ્ટર દ્વારા સેવામાં આવી રહ્યું છે.