વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં બે મહત્વકાંક્ષી રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પહોંચી રહ્યા છે. PM શ્રદ્ધાળુઓને કેદારનાથ રોપ-વેની ભેટ આપશે. રોપવે સોનપ્રયાગ-કેદારનાથના નિર્માણથી બાબા કેદારનાથના દરબારમાં પહોંચવા માટે ભક્તોની યાત્રા સરળ બનશે. વિશ્વનો સૌથી લાંબો રોપવે સમુદ્ર સપાટીથી 11500 ફૂટ ઊંચો, 11.5 કિમી લાંબો, 25 મિનિટમાં 16 કિમી સુધીની મુસાફરી પુરી કરી શકાશે. કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
રોપ-વે પ્રોજેક્ટનો ખર્ચ 950 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે રોપ-વે બનાવવાની જવાબદારી કેન્દ્ર સરકારના NHLML (નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ જે મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે હેઠળ આવે છે) દ્વારા એક કંપનીને સોંપવામાં આવી છે. આ રોપ-વેમાં 22 જેટલા ટાવર લગાવવામાં આવશે.