Published by : Rana Kajal
25મી ઓક્ટોબરે એટલે કે આજે દેશ અને દુનિયામાં આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. ભારતમાં સૂર્ય ગ્રહણને કારણે સૂતક લાગતુ હોવાની માન્યતા છે. ત્યારે ભારતમાં આજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ હોવાથી ગુજરાતના મોટાભાગના મંદિરો બંધ રહેશે. સાંજે 4 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થવાના કારણે ભક્તો માટે રાત્રે 9 વાગ્યા સુધી મંદિરો બંધ રહેશે.
સૌરાષ્ટ્રના મંદિર જેવા કે દ્વારકા, સોમનાથ અને વીરપુર મંદિર ભક્તો માટે બંધ રહેશે. સૂર્યગ્રહણનો વેદ લાગતો હોવાથી પાવાગઢ અને અંબાજી મંદિર રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવશે. બહુચરાજી અને શંખલપુર મંદિર સાંજે સાડા સાત વાગ્યા સુધી બંધ. વડનગરમાં પણ હાટકેશ્વર મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ બાદ ભક્તો મંદિરોમાં આરતીના દર્શન કરી શકશે. ગ્રહણ મોક્ષ બાદ તમામ મંદિરોમાં પૂજા અને આરતી યથાવત્ કરવામાં આવશે.




