Published By : Aarti Machhi
- પોણા બે કલાક બાદ આખરે વોટ્સ એપ શરૂ થયું
- દુનિયાભરના યુઝર્સને થયો હાશકારો
દેશભરમાં વોટ્સ એપની સેવા ખોરવાઈ જતા યુઝર્સ પરેશાન થઇ ઉઠ્યા હતા. મેસેજ સેન્ડ અને રિસીવ કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી હતી. મેટા-માલિકીના WhatsAppની સેવાઓને આંશિક વિક્ષેપનો સામનો કરવો પડ્યો છે. જ્યારે WhatsApp તરફથી કોઈ અધિકૃત પ્રતિસાદ અથવા સ્વીકૃતિ નથી, એવા અહેવાલો છે કે વપરાશકર્તાઓ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. દિવાળી પર્વ ઉપર છેલ્લા પોણા બે કલાક કરતા વધુ સમયથી વોટ્સએપ બંધ થઇ જતા વોટ્સએપ યુઝર્સ હેરાન પરેશાન બની ઉઠ્યા હતા. આ અંગેની ફરિયાદ ટ્વીટર પર કરી રહ્યા હતા. વોટ્સ એપની સેવા પુનઃ શરૂ થતા દુનિયાભરના યુઝર્સને હાશકારો થયો હતો.
અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ આ આઉટેજની અસર જોવા મળી અને કંપનીના શેર 6 ટકા સુધી ઘટ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે.