Published by : Rana Kajal
કતારના દોહામાં આઠ નિવૃત્ત ભારતીય નૌકાદળના અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જો કે અટકાયતનું કારણ જાણી શકાયું નથી. તમામ અધિકારીઓ કતારી અમીરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી કંપનીમાં કામ કરતા હતા. મળતી માહિતી મુજબ દોહા સ્થિત ભારતીય દૂતાવાસને આ બાબતની જાણ છે. 57 દિવસથી ભારતીય નૌકાદળના 8 નિવૃત્ત અધિકારીઓને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ દહરા ગ્લોબલ ટેક્નોલોજીમાં કામ કરે છે
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પૂર્વ નેવી અધિકારી દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતાર ડિફેન્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક બિઝનેસ પાર્ટનર છે અને સંરક્ષણ સાધનોની જાળવણી કરે છે. આ કંપનીના CEOનું નામ ખામીસ અલ અજમીક છે . તેઓ રોયલ ઓમાન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર હતા. હવે નિવૃત્ત થઈ ચુક્યા છે. અટકાયત કરવામાં આવેલ આઠ ભારતીયોમાં કમાન્ડર પુર્ણેદુ તિવારી પણ છે.તેમને 2019માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ કોવિંદ હસ્તે ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો….