Published by : Rana Kajal
- ન્હાય ખાય સાથે જ પવિત્ર છઠ્ઠ પૂજાનો આરંભ થયો …..
વિવિઘ લોક આસ્થા અને શ્રદ્ધા તેમજ ભક્તિ ભર્યા ગીતો સાથે પવિત્ર છઠ્ઠ વ્રતનો આરંભ થયો હતો. વિશ્વમાં લાખો પરણિત મહિલાઓએ છઠ્ઠ પૂજાના પ્રથમ ચરણ એવા ન્હાય ખાયથી છઠ્ઠ પૂજાના વ્રતની શરુઆત કરી હતી. કાર્તિક માસની ચોથના દીવસે છઠ્ઠ પૂજાના વ્રતની શરુઆત કરવામાં આવે છે વ્રત ધારિણી સુર્ય દેવ અને છઠ્ઠ માતાની સ્તુતિ કરી સ્નાન કરી નવા વસ્ત્ર ધારણ કરી પૂજા કર્યાં બાદ ચણા, દાળ અને કદદુનુ સેવન કરશે. આ વ્રત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ખાસ ઉજવવામાં આવે છે જેમાં પરણિત મહિલાઓ ત્રણ દિવસ વ્રતના નિયમોનું કડક પાલન કરી સુર્ય પૂજા કરે છે ત્રીજો દિવસ મુખ્ય છઠ્ઠ પૂજાનો દિવસ મનાય છે. આજે ન્હાય ખાય બાદ શનિવારે ખરનાંના દીવસે પરણિત મહિલાઓ નિર્જળા વ્રત રાખશે. અને સાંજે ખરનાની પૂજા કરશે તેમજ ચૂલા પર ગોળની ખીર બનાવી પ્રસાદ ગ્રહણ કરશે તા 30ઓકટોબરના રોજ સૂર્યાસ્ત સમયે અને તા 31 ઓકટોબરના રોજ સૂર્યોદયના સમયે સૂર્યની પૂજા કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં રહેતા ઉત્તર ભારતીયો દ્વારા પણ આજથી આ વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો